માલધારીઓએ માલઢોર સાથે કચેરી પોહચી ઉપવાસ આંદોલન શરૂ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા પંચાયત ખાતે ગૌચરની જમીન મુદ્દે માલધારી સેનાએ માલઢોર લઇ ને પહોંચ્યા અને કર્યું ઉપવાસ આંદોલન તાલુકા માલધારી સેનાએ બે બે વખત ગૌચરની જમીન મુદ્દે આવેદનપત્ર આપેલ છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા આખરે માલઢોર લઈને તાલુકા પંચાયત પહોંચ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ બોલાવી પણ માલધારી દ્વારા શાંતિ પૂર્ણ ઉપવાસ આંદોલન કર્યું બાદમાં તાલુકા વિકાસ અધિકારી અને માલધારી સેનાની બેઠક થઈ અને તાલુકા વિકાસ અધિકારીએ માલધારી સેનાના આગેવાનોને સમજાવ્યું કે અમારા તરફથી જે ગામો માં ગૌચરના પ્રશ્નો છે તેને સાત દિવસમા લેખિત જવાબ આપવા જણાવ્યું છે જો કોઈ જવાબ નહિ મળે તો સરપંચો વિરૂદ્ધ કાર્યવાહી કરીશું માટે અમોને પંદર દિવસનો ટાઇમ આપો તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા આશ્વાસન આપાયુંને માલધારી સમાજે વાત માની એને ઉપવાસ આંદોલન સમેટાયું હતુ એને રાજ્ય સરકાર પણ ગુજરાત ભરમા સર્વેકરી ગૌચરની જમીન ખાલી કરવા તમામ જિલ્લાને સૂચના આપી દીધી છે પણ આ મુદ્દે મીડિયા એ તાલુકા વિકાસ પૂછતા તેણે કંઇપણ કેવાનો ઇનકાર કર્યો હતો જેમાં ભેંસાણ તાલુકાના મોટા ભાગના ગામોમાં માથા ભારે શખ્સો દ્વારા દબાણ કરાયું છે તો આ મુદે તંત્ર કડક કાર્યવાહી કરે તો ઘણી જમીનો ખાલી થાય તેમ છે.