સામાજિક કાર્યકર ભવાનસિંહ દ્વારા લેન્ડ ગ્રેબિંગ મુજબની અરજી પણ કરાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાં ગૌચર જમીન માત્ર સરકારી ચેપડે હોવાનું જ માલૂમ પડે છે ત્યારે મોટાભાગની સરકારી અને ગૌચર જમીનો પર રાજકીય નેતાઓ અથવા તેઓના સ્વજનો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી પશુઓ માટે રહેલી જમીનો પણ હડપ કરી લીધી છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના ભેચડા ગામના સામાજિક કાર્યકર ભવાનસિહ દ્વારા પોતાના ગામની ગૌચર જમીન બાબતે કેટકેટલી રજૂઆતો છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નહિ હોવાનો આક્ષેપ કર્યો છે. ભવાનસિહ દ્વારા જણાવાયું હતું કે ભેચડા ગામે લગભગ પચાસ એકર કરતા પણ વધુ ગૌચર જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી જમીનમાં ખેડાણ થઈ ચૂક્યું છે જેમાં કેટલાક ઈસમો તો વર્તમાન સરપંચના સગા હોવાનું પણ ઘટસ્ફોટ કર્યો હતો ત્યારે ગૌચર જમીનના દબાણ મામલે ભવાનસિહ દ્વારા અગાઉ કેટલીય લેખિત રજૂઆતો અને લેન્ડ ગ્રેમિ્ંબગ મુજબની અરજી પણ દાખલ કરાઈ હતી પરંતુ આજદિન સુધી આ મામલે એક પણ દબાણકર્તા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી માત્ર નોટિસને નાટક રચાયું હતું જેથી તેઓ દ્વારા આ મામલે ગુજરાત હાઇકોર્ટના શરન લીધું છે. ભવાનસિંહ દ્વારા જણાવાયું હતું કે લેન્ડ ગ્રેમિ્ંબગ કાયદા મુજબ અરજી દાખલ કરાયા બાદ જિલ્લા કલેકટર દ્વારા હુકમ પણ કરાયો હતો પરંતુ સ્થાનિક અધિકારીઓ અને તલાટી દ્વારા મામલો દબાવવાનો પ્રયત્ન કરી ગેરકાયદેસર દબાણ કર્તાઓને છાવરવાનો પ્રયાસ હાથ ધરતાં હોવાના આક્ષેપ કર્યા છે.