ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ ભવનાથ તળેટી સાથે રોડ પર અનેકવાર સિંહ આવી જવાના બનાવો સામે આવ્યા છે ત્યારે વધુ એકવાર બે સિંહ બાળ ભવનાથ વિસ્તારની બેસવાની પાળી ઉપર આવી જવાનો વિડિઓ વાઇરલ થયો છે.રાત્રીના 11 વાગ્યા આસપાસ લોકોની અવર જ્વર શરુ હતી એ સમયે બે સિંહ બાળ જોવા મળ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ સિંહ દર્શન કર્યા હતા.
હાલ ગિરનાર જંગલ વિસ્તારમાં ખુબ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે જેના લીધે કીચડ અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે એવા સમયે સિંહ જંગલ છોડી રોડ ઉપર આવી ચડે છે ઘણા સમય પેહલા શહેરમાં આવેલ સોસાયટીમાં પણ આવી ચડ્યા છે એકવાર તો રેલવે સ્ટેશન પાસે આવેલ ખાનગી હોટલના સીસીટીવી કેમેરામાં સિંહણ આવી ચડ્યાનું સામે આવ્યું હતું ત્યારે વધુ એક બે સિંહ બાળનો વિડિઓ સામે આવ્યો છે આ બંને સિંહ બાળ સિંહણથી વિખુટા પડીને તળેટીની પાળીયે આવી ચડયા હતા જોકે આ બાબતની જાણ વન વિભાગને થતા તુરંત આવી ગયા હતા અને બંને સિંહ બાળને સિંહણ સાથે મિલન કરાવ્યું હતું અને ફરી જંગલ તરફ રવાના થયા હતા.