મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં જવાબદાર ઓરેવા ગ્રુપને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે પીએમ મોદી મોરબીમાં ઘટનાસ્થળની મુલાકાત લેવાના છે. પણ પીએમ મોદીના આગમન પહેલા મોરબીના આ બ્રિજની શરૂઆતમાં આવેલા ઓરેવા ગ્રુપના બોર્ડને ઢાંકી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પ્રશાસન દ્વારા આ સાઈન બોર્ડને ઢાંકી દેવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન સમયે જ ઓરેવા ગ્રુપના બોર્ડને ઢાંકી દેવું એ સ્થાનિક તંત્ર દ્વારા ઓરેવ ગ્રુપને બચાવવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બોર્ડને ઢાંકવાની અનેક ચર્ચાઓ થઇ રહી છે.
રિપેર કરનારી કંપનીનું સત્ય સામે આવ્યું
- Advertisement -
હંગામી રિપેરિંગ કરીને પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો!
કેબલ બ્રિજની કામગીરી સંભાળતી ઓરેવા કંપની દ્વારા જાન્યુઆરી 2020માં લખાયેલો પત્ર સામે આવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
30 ઓક્ટોબરે ગુજરાતના મોરબીમા પુલ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા. મોરબી નગરપાલિકાઍ ઓરેવા ગ્રૂપને 15 વર્ષ માટે પુલનુ સમારકામ અને સચાલન કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. હવે ઓરેવા ગ્રુપનો ઍક પત્ર સામે આવ્યો છે, જે જાન્યુઆરી 2020માં મોરબીના જિલ્લા કલેક્ટરને મોકલવામા આવ્યો હતો. પત્રમા કહેવામા આવ્યુ હતુ કે, અમે માત્ર કામચલાઉ સમારકામ કરીને પુલને ફરીથી ખોલી રહ્યા છીએ. પત્રમા ખુલાસો થયો છે કે ઓરેવા પુલની જાળવણી માટે કાયમી કોન્ટ્રાક્ટ ઇચ્છતી હતી. જૂથે વધુમા જણાવ્યુ હતુ કે જયા સુધી તેમને કાયમી કોન્ટ્રાક્ટ આપવામા નહી આવે ત્યા સુધી તે પુલ પર કામચલાઉ સમારકામ કરવાનું ચાલુ રાખશે. પત્રમાં કહેવામા આવ્યુ છે કે તે કામચલાઉ સમારકામ બાદ પુલને ફરીથી ખોલશે. તેણે ઍમ પણ કહ્યું હતુ કે પેઢી પુલના સમારકામ માટે સામગ્રી મગાવશે નહી અને માગ પૂરી થયા પછી જ કામ પૂર્ણ કરશે.