મામાના દીકરા અને ભાજપ કાર્યકરે ગોઠવ્યો પ્લાન, 4 ઝડપાયા 3 ફરાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
પાટડી તાલુકાના આદરીયાણા ગામમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની 6 શખસોએ સોનાના વેપારી નિતિનભાઈ માંડલિયાના ઘરે રેડ કરી લૂંટ ચલાવી હતી. આ લૂંટનો પ્લાન નિતિનભાઈના મામાના દીકરા રાકેશ સોનીએ પોતાના ખાસ મિત્ર અને ડાકોરના ભાજપ કાર્યકર રાજ પંડ્યા સાથે મળીને બનાવ્યો હતો. પૈસાનો ભાગ પાડતા પહેલા જ ચાર શખસો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. હજુ ત્રણ આરોપી ફરાર છે.
- Advertisement -
આરોપીઓએ નકલી આઈ-કાર્ડ અને નકલી બંદૂકનો ઉપયોગ કરી વેપારીને ડરાવ્યો હતો. શરૂઆતમાં તેઓએ 10 લાખની માંગણી કરી હતી, પરંતુ પછી સોદો 6.50 લાખ પર થયો. ભયના કારણે નિતિનભાઈએ 1.31 લાખ રોકડા અને 5.19 લાખ રૂૂપિયાનું (5.4 તોલા) સોનું આપવું પડ્યું હતું.
ઝીંઝુવાડા પોલીસે કાર્યવાહી કરી ચાર આરોપીઓ રાકેશ જયંતીભાઈ સોની (મામાનો દીકરો), રાજ વિજયભાઈ પંડ્યા (ભાજપ કાર્યકર), મનોજ કમલેશ સિંધી અને નંદુ નરહરીભાઈ વાસ્તેકર ને ઝડપી કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટ દ્વારા તેમને 21 ઓગસ્ટ સુધીનો રીમાન્ડ આપવામાં આવ્યો છે. પોલીસે તેમની પાસેથી રૂ. 2.23 લાખ રોકડા અને બે તોલા સોનુ પણ કબજે કર્યા છે. બાકીનો મુદ્દામાલ ફરાર આરોપીઓ પાસે હોવાનું બહાર આવ્યું છે.
મુખ્ય આરોપી રાજ પંડ્યાએ પાંચ મહિના પહેલા નવી સ્કોર્પિયો કાર (ૠઉં-07-ઉઇં-0100 સ્પેશિયલ નંબર) ખરીદી હતી. આ વાહન માટે પૈસા ક્યાંથી આવ્યા તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
લૂંટ બાદ રાજ પંડ્યાએ રૂ. 6.50 લાખના મુદામાલમાંથી મોટો હિસ્સો પોતાની પાસે રાખ્યો હતો. પોલીસે તેના પાસેથી રૂ. 2.23 લાખ રોકડા અને બે તોલા સોનુ રીકવર કર્યા છે, જ્યારે બાકીની રકમ અને સોનાના દાગીના ફરાર આરોપીઓ પાસે હોવાનું ખુલ્યું છે.
- Advertisement -
મારો છોકરો ભાજપમાં ગાંધીનગર કાર્યરત છે
રાજના પિતાનો ઓડિયો વાયરલ રાજના પિતા : મારો છોકરો ભાજપમાં ગાંધીનગરમાં કાર્યરત છે. જેમાં તેની ઓળખાણ અને ઉઠક બેઠક ભાજપના એમએલએ, મંત્રીઓ સહિત તમામ લોકો જોડે છે. તેમ છતાં અમે મારા છોકરાને છોડાવવા માટેકોઈ ઓળખાણ વાપરી નથી. ત્યારે મારા છોકરાને છોડાવવા માટે 6.50 લાખ પરત આપવા માટે પણ હું તૈયાર છું અને આ રૂપિયા હુ મારું ઘર ગીરો મૂકી અને આ પૈસા પરત આપત.



