નિવૃત્ત IAS અધિકારી મુકેશ પુરીની નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરાઈ છે.
રાજ્યમાં બદલીની મોસમ યથાવત જોવા મળી રહી છે. 14 IAS અધિકારીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા છે, સાથો સાથ કેટલાક અધિકારીઓને વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, નિવૃત્ત IAS અધિકારી મુકેશ પુરીને બે વર્ષ માટે કરાર આધારીત પણ લેવામાં આવ્યા છે, જેમને નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરાઈ છે.
- Advertisement -
સંદીપ કુમાર, કૃષિ સચિવ
IAS સંદીપ કુમાર, વિકાસ કમિશનર ગાંધીનગરની બદલી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (સહકાર, પશુપાલન, ગાય સંવર્ધન અને મત્સ્યોદ્યોગ)ના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે ચાર્જ વર્તમામાં એ.કે. રાકેશ પાસે હતો. ઉદિત અગ્રવાલ, મુખ્ય વહીવટકર્તા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, નર્મદા-રાજપીપળાને IASના સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે અને તેમની સેવાઓ શહેરી વિકાસના નિકાલ પર ચાલુ રાખવામાં આવી છે અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ મુખ્ય વહીવટકર્તા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, નર્મદા- રાજપીપળા તરીકે ભૂતપૂર્વ કેડર પોસ્ટ સામે કાર્ય કરશે જે અલગથી સરકારના સચિવની IAS કેડર પોસ્ટ સાથે સમકક્ષ કરવામાં આવે છે. જે સહિત 14 અધિકારીઓને વિવિધ હોદ્દો સાથે બદલી કરાઈ છે.
- Advertisement -
કે.કે.નિરાલાની નાણાં વિભાગમાં સચિવ તરીકે બદલી
કમલ દયાનીને GSFCના MDનો ચાર્જ સોંપાયો છે. જ્યારે કે.કે.નિરાલાને નાણાં વિભાગના સચિવ બનાવાયા છે. આ સાથે જ IAS કે.કે.નિરાલા વધારાનો હવાલો સંભાળશે. આ સિવાય ગૃહ વિભાગમાંથી અધિક મુખ્ય સચિવ પદે નિવૃત્ત થયેલા મુકેશપુરીને નિમણૂંક અપાઈ છે.