એન્ટી ટેરરિસ્ટ એક્ટ અંતર્ગત ઈમરાનની ધરપકડ થવાની હતી: પોલીસ અધિકારીઓ અને ન્યાયધીશોને ધમકી આપી હોવાથી કેસ દાખલ થયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સામે એન્ટિ ટેરરિસ્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી થઈ હતી ને ધરપકડની શક્યતા હતી. એ મુદ્દે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ઈમરાનના વકીલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટે ઈમરાનના ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા હતા. પોલીસ અધિકારીઓ અને ન્યાયધીશોને ધમકી આપી હોવાથી ઈમરાન ખાન સામે આ કાર્યવાહી પોલીસે કરી હતી. પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફના ચેરમેન અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ધરપકડનું જોખમ મંડરાતું હતું. પોલીસ અધિકારીઓ અને ન્યાયધીશોને ધમકી આપી હોવાથી પોલીસે પૂર્વ વડાપ્રધાન સામે એન્ટી ટેરરિસ્ટ એક્ટ અંતર્ગત આતંક મચાવવા બદલ ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડની તજવીજ હાથ ધરી હતી. એ પછી પોલીસે કહ્યું હતું કે ઈમરાન ખાન ફરાર થઈ ગયા છે. ઈમરાન ખાનના સમર્થકોએ દેશભરમાં ઠેર-ઠેર આ કેસના વિરોધમાં દેખાવો કર્યા હતા.બીજી તરફ ઈમરાન ખાનના વકીલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પૂર્વ પીએમના આગોતરા જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટમાં એ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ઈમરાન ખાનને ત્રણ દિવસ માટે ધરપકડમાંથી રાહત આપવામાં આવી હતી. હાઈકોર્ટે ઈમરાન ખાનના ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા હતા. આગામી 25મી ઓગસ્ટે એન્ટિ ટેરરિસ્ટ કોર્ટમાં હાજર થવાનો આદેશ પણ આપ્યો હતો.