લગ્ન પહેલા કોઈપણ પક્ષ દ્વારા બીમારી છુપાવવી એ છેતરપિંડી છે અને લગ્ન રદ કરવાનું કારણ બને છે. આવા જ એક કેસમાં છત્તીસગઢ હાઈકોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી કરતા મહત્વનો નિર્ણય કર્યો છે.
લગ્ન બાદ છૂટાછેડા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં મહિલાએ કહ્યું હતું કે તેના પતિએ તેની બીમારીની હકીકત છુપાવીને તેની સાથે લગ્ન કર્યા છે. મહિલાની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે એક મહત્વના નિર્ણયમાં યુવક દ્વારા પોતાની બીમારી છુપાવીને લગ્ન કરવાને ક્રૂર ગણાવ્યો છે. આ સાથે પત્નીના છૂટાછેડા ની માંગણી પણ મંજૂર કરવામાં આવી છે.
- Advertisement -
હાઈકોર્ટે કહ્યું કે અરજદાર સ્ત્રીધન મેળવવા માટે હકદાર છે જે તેને લગ્ન સમયે આપવામાં આવ્યું હતું. નિર્ણયના બે મહિનામાં સ્ત્રીધન પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલાની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ નરેન્દ્ર કુમાર વ્યાસની બેન્ચે કહ્યું, “આ ચોક્કસપણે મહિલાના વૈવાહિક જીવનમાં ત્રાસ સમાન છે. આ હિંદુ મેરેજ એક્ટ હેઠળ ક્રૂરતાની શ્રેણીમાં આવે છે.”