1293 ફીડર બંધ, 12020 વીજ પોલને નુકસાન, સૌથી વધુ જામનગર ગ્રામ્યમાં અસર
ખાસ-ખબર સંવાદદાતા
બિપોરજોય વાવાઝોડાં કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં 11 કેવીના 1293 જેટલા ફીડર ઠપ થઈ ગયા છે. જેના પગલે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં છવાઈ ગયો છે. તો બીજી તરફ વાવાઝોડાંની સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 8 જેટલાં જિલ્લાઓમાં દરિયાકાંઠાની જમીન સુધીના 5 કિલોમીટર વિસ્તારોમાં 65 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે 563 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. તેમાંથી ઙૠટઈકની ટેકનિકલ ટીમોએ સાંજે સાત વાગ્યાથી સવાર સુધીમાં કુલ 498 ગામડાંઓમાં વીજ પુરવઠો કાર્યરત કરી આપ્યો છે. હજુ બાકી રહેલ 65 ગામડાંઓમાં કામગીરી ચાલુ છે. 12020 જેટલાં વીજ પોલોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
તે જ રીતે ગઈ કાલે સાંજે જે.જી વાયના 129 ફીડર ફોલ્ટમાં હતા. તેમાંથી ઙૠટઈકની ટેકનિકલ ટીમો દ્વારા કુલ 113 ફીડર શરૂ કરી આપવામાં આવ્યા છે અને બાકી રહેતા 16 ફીડરમાં કામગીરી ચાલુ છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ઙૠટઈકને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં જામનગર જિલ્લામાં જોવા મળે છે. જામનગર જિલ્લાના 327 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યુ છે. હાલ પીજીવીસીએલની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
કામ વગર ઘર બહાર ન નિકળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વવઝોડાની આ સંભવિત આપદાને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપિલમાં જણાવ્યું કે, ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે. મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ. મુખ્યમંત્રીએ સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે.