શહેરની બંગડી બજારમાં પતરાંના ગોડાઉનમાં આગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
રાજકોટમાં TRP ગેમ ઝોન દુર્ઘટના હજુ તાજી છે, ત્યારે શહેરની બંગડી બજારના ભાભા કોમ્પલેક્ષના છેલ્લા માળે પતરાના સ્ટ્રક્ચરમાં બનેલા ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લીધે સ્થાનિક વેપારી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ એક કલાક સુધી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં ધુમાડાના ગોટેગોટા ચાલુ રહ્યા હતા.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અને ગેરકાયદેસર સ્ટ્રકચરો તોડી પાડવામાં આવ્યા છે. તો શું મનપાને સાંકડી શેરીમાં આવેલી બંગડી બજારમાં ખડકાયેલા પતરાના ગેરકાયદે સ્ટ્રકચરો દેખાયા નહીં? તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે.બંગડી બજારના વેપારી હિરેનભાઇએ જણાવ્યું હતું કે, હું સવારે મારી દુકાને આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે, બજારમાં ઉપરના ભાગેથી આગના ગોટેગોટા નીકળી રહ્યા છે. જેથી મે તુરંત જ સવારે 10 વાગ્યે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જે બાદ તુરંત જ પહોંચી ગયો હતો અને છેલ્લા એક કલાકથી આગ બુજાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
રાજકોટની ભાભા બજારમાં મૂળ માલિક દુષ્યંત મહેતાનું ગોડાઉન હોવાનું સામે આવ્યું છે તેમ જણાવતા ભાડુઆત કામેશ ભૂપતાણીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ આર્ટિકલનું ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનું 4,000 ભાડું ચૂકવતો હતો. જેમાં હાલ કોઈ વસ્તુ ન હતી તેઓ બચાવ કરવામાં આવ્યો હતો.
જોકે હકીકત એ છે કે, ગોડાઉનમાં ગિફ્ટ આર્ટીકલનો માલ સામાન પડેલો હતો. જોકે સવાલ એ છે કે રાજકોટ મહાનગરપાલિકાને આ પ્રકારનું ગેરકાયદે પતરાનું સ્ટ્રક્ચર શા માટે ન દેખાયું. રાજકોટની બંગડી બજાર અને આસપાસના વિસ્તારમાં સાંકડી શેરીઓ છે અને તેને કારણે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ એટલે પહોંચવામાં તકલીફ પડે છે. આ સાથે જ 108 એમ્બ્યુલન્સ પણ અહીં એન્ટર થાય તો ફસાઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તમામ ગેરકાયદેસર
સ્ટ્રકચરો હટાવવા જોઈએ. તેથી આ પ્રકારની આગની દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની ન થાય.
મનપાની મીઠી નજર હેઠળ ધમધમતું ભાભા કૉમ્પલેક્સ
- Advertisement -
રાજકોટના ઘી કાટા રોડ પર આવેલી ભાભા બજારમાં કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે ગીફ્ટ આર્ટીકલનો માલ સામાન ભર્યો હતો. તેમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ 5 ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ખૂબ સાંકળી જગ્યા હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફને 2 કલાક સુધી જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવ્યો ત્યારે આગ કાબૂમાં આવી હતી. આગથી અન્ય કોઈ જાનહાની થઈ નથી. કોમ્પ્લેક્ષના ત્રીજા માળે પતરાથી સ્ટોરેજ ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. તેના માલિક દુષ્યંતભાઈ મહેતા છે. તેઓએ નિલેશ મહેતા અને કામેશ ભૂપતાણીને ભાડે આપ્યું છે. ફાયર સિસ્ટમ દ્વારા દુકાન અને ગોડાઉનના લોકોએ આગ બુજાવવા માટેની કામગીરી કરી હતી. બાકીની અન્ય દુકાન અને ગોડાઉન ફાયર બ્રિગેડએ બચાવી લીધા છે. ભાભા બજાર કોમ્પલેક્ષ વોર્ડ નંબર 7માં આવેલું છે. જોકે આ કોમ્પલેક્ષનું ફાયર ગઘઈ નથી. ઘટના સમયે સ્થળ પર પોલીસ અને ઙૠટઈકનો સ્ટાફ હાજર હતો.