ખેડૂતહિતલક્ષી નિર્ણયને આવકારી અભિનંદન પાઠવતા પ્રવિણાબેન રંગાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી પાણીના ટાંકા બનાવવા માટેની સહાય,પાક સંગ્રહ સ્ટ્રકચર સહાય અને સ્માર્ટફોનની ખરીદી પર સહાયનો મહતમ લાભ મળી રહે તે માટે રાજય સરકાર ઘ્વારા તા.18 જુન થી આઈ ખેડૂત પોર્ટલનો પ્રારંભ થશે.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી એ રાજયના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલનો વર્ષ 2024-25 માટે પ્રારંભ કરવાના રાજય સરકારના નિર્ણયને આવકારી અભિનંદન પાઠવતા જણાવેલ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના સુશાસન ઘ્વારા સર્વસમાવેશક અને સર્વવ્યાપક વિકાસ થયો છે. રાજયના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી પાણીના ટાંકા બનાવવા માટેની સહાય, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાયની યોજનાનો મહતમ લાભ મળી 2હે તથા ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થાય તે આશયથી રાજયની ભાજપ સરકાર દ્વારા આગામી તા.18 જુન 2024 સવારે 10:30 થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવી રહયું છે. જેથી બહોળા પ્રમાણમાં ખેડૂતો આ યોજનાનો મહતમ લાભ લઈ શકે.ત્યારે ઉપરોકત બંને યોજનાઓમાં પાણીના ટાંકામાં 50 ટકા અથવા 9.80 લાખ બેમાં થી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે. સ્માર્ટ ફોનમાં કિંમતના 40 ટકા અથવા રૂા.6000 બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે તથા પાક સંગ્રહ સ્ટ્રક્ચરમાં ખર્ચનાં 50% અથવા રૂ. 75000/- બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.રાજયભરના ખેડૂતવર્ગમાં રાજય સરકારના આ નિર્ણયથી ખુશાલી વ્યાપી ગઈ છે.