કિડનીમાં પથરી એક ગંભીર સમસ્યા છે. પથરીની સમસ્યામાં રાહત માટે ઘણા દેશી ઉપચાર છે. અમુક એવા ખાદ્ય પદાર્થો કે જેના સેવનથી પથરીમાં રાહત મળી શકે છે તો એ સાથે અમુક પૌષ્ટિક લાગતાં એવા પણ શાકભાજી છે કે જેનું સેવનથી પથરીમાં વધારો થઈ શકે છે.
પાલક
- Advertisement -
પાલક એક લીલી શાકભાજી છે જે પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ તેમાં ઓક્સાલેટ્સનું પ્રમાણ વધુ હોય છે. ઓક્સાલેટ્સ કિડનીમાં પથરીનું મુખ્ય કારણ છે. જો તમે પાલક વધુ પડતી ખાઓ છો, તો તે કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે. ખાસ કરીને જેઓ પહેલાથી જ પથરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમણે પાલકનું સેવન નહિવત કરવું જોઈએ.
બીટ
બીટ આમ તો આર્યનનો સ્ત્રોત ગણાય છે તેના સેવનથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે પરંતુ બીટમાં પણ ઓક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે અને તેનું વધુ પડતું સેવન કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે. બીટમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ હોય છે, તેમ છતાં તેનું વધુ પડતું સેવન કિડની માટે હાનિકારક બની શકે છે.
- Advertisement -
ચોકલેટ
ડાર્ક ચોકલેટ આમ તો ડિપ્રેશનમાં અને મૂડ સ્વિંગસ થાય કે ક્યારેક લો બીપીમાં પણ રાહત આપે છે અને ચોકલેટ મોટા ભાગના લોકોને પ્રિય પણ હોય છે પરંતુ તેમાં ઓક્સાલેટ્સ વધુ માત્રામાં હોય છે. વધુ પડતી ચોકલેટ ખાવાથી કિડનીમાં પથરી થવાનું જોખમ વધી શકે છે. ખાસ કરીને એવા લોકો જેમને પહેલાથી જ કિડનીમાં પથરીની સમસ્યા હોય છે.
ડ્રાયફ્રૂટ્સ
બદામ, પિસ્તા અને અખરોટ જેવા સુકામેવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેમાં ઓક્સાલેટ પણ હોય છે. વધુ માત્રામાં આ સુકામેવાનું સેવન કિડનીમાં પથરી થવાનું જોખમ વધારી શકે છે. જો તમને પથરીની સમસ્યા હોય તો આ તમામ ડ્રાયફ્રુટનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
ટોફુ, સોયા મિલ્ક અને સોયા બીન્સ જેવા સોયા ઉત્પાદનો પણ કિડનીની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમાં ફાયટેટ્સ અને ઓક્સાલેટ્સ હોય છે જેના વધુ પડતા સેવનથી કિડનીમાં પથરી થવાનું જોખમ વધી શકે છે.
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. ખાસ-ખબર આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.