કોળિયાને 32 વાર ચાવવાની સલાહ આપે છે આયુર્વેદ અને તેના માટે બન્ને બાજુથી ખોરાક ચાવવો જરૂરી
જો ભોજન ચાવવાનું કામ મોંનો એક જ ભાગ કરશે તો ચહેરો વાંકો દેખાઈ શકે છે, સાથે સાથે જ બીજા ભાગમાં સંક્રમણ થવાનું જોખમ છે. વિશેષજ્ઞોએ તેને લઈને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, ભોજન ચાવવા માટે મોંના બન્ને જડબાનો ઉપયોગ કરવો જોઈએ.
- Advertisement -
માત્ર એક ભાગથી ખોરાક ચાવવાથી બીજા ભાગની માંસપેશીઓ વિકસીત નથી થતી અને ચહેરો પણ વાંકો દેખાશે.
પેટમાં જતા પહેલા પીસાઈ જવો જોઈએ ખોરાક
સામાન્ય રીતે આપણે જયારે ખાઈએ છીએ ત્યારે બન્ને જડબા એક સમાન ખોરાકને ચાવવામાં મદદ કરે છે. આયુર્વેદમાં ભોજનને 32 વાર ચાવવાની સલાહ આપવામાં આવી છે.
જેથી પેટમાં જતા પહેલા ખોરાક સારી રીતે પિસાઈ જાય અને તેનું ઉચિત પાચન થાય પરંતુ મોંનો અડધો ભાગ કયાંથી ખોરાકને સારી રીતે પીસી શકે છે. આ સ્થિતિમાં ખરી રીતે પાચન નહીં થાય અને પેટમાં દર્દ અને પેટ ફુલાવાની સમસ્યા રહેશે.
- Advertisement -
દંત ચીકીત્સકોનું માનીએ તો બન્ને ભાગથી ભોજન ચાવવું સારી પાચન ક્રિયા માટે જરૂરી છે. ખોરાકને એક ભાગથી સારી રીતે ચાવવો અસંભવ છે અને તેની પુરી પાચન પ્રક્રિયા પર અસર થશે.
ખોરાકને એક જ બાજુથી ચાવવાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે, જેમકે દાંત પડવા, દાંત સડવા વગેરે. આ ઉપરાંત દાંતોમાં ટાર્ટર જમા થઈ જાય છે જેથી પેઢામાં સમસ્યાની સાથે બેકિટરિયા પેદા થાય છે.