તાજેતરમાં PMJAY યોજનાની નવી SOP જાહેર કરવામાં આવી હતી. જેમાં જેમાં એમ્પેનલ હોસ્પિટલ માટે નિયમો વધુ કડક બનાવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક સુવિધા આરોગ્ય મંત્રી દ્વારા જાહેર કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઇ આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAY યોજનાની નવી SOP જાહેર કરી હતી. જેમાં રાજ્યના પ્રજાજનોને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી વધુ હોસ્પિટલોની નોંધણી કરીને યોજનાનો લાભ આપવા, હોસ્પિટલોએ એન્જીયોગ્રાફીની વીડિયોગ્રાફીની સીડીઓ પ્રિઓથના સમયે અપડલોડ કરવી અને રાજ્યની તમામ હોસ્પિટલોએ ICP માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે.
- Advertisement -
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સચિવ અને કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યના આરોગ્ય તંત્રને હચમચાવી દેનાર ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડને રોકવા માટે સરકારે નવી SOP તૈયાર કરી હતી. જેમાં કાર્ડિયોલોજી, ઓન્કો(કૅન્સર) અને નિયોનેટલ(બાળકો) ની સારવાર માટે નવી SOP જાહેર કરાઇ હતી. આમાં PMJAY હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા છે.