જાણો, ભાજપ અને સંઘનું પ્રદાન કેવું-કેટલું છે….
રામમંદિર નિર્માણ મામલે સંધ-ભાજપનો એક વર્ગ, ખાસ કરીને ભાજપ સમર્થકો જ સંઘ-ભાજપથી નારાજ હતા. કેન્દ્રમાં સંઘના સહકારથી ભાજપની સરકાર બન્યા બાદ મોટાભાગ લોકોની મહત્વકાંક્ષા હતી કે, ભાજપ સરકારે કાયદો બનાવીરામમંદિરનું નિર્માણ કરવું જોઈએ. એ લોકોને કોર્ટ-કચેરીથી કોઈ મતલબ ન હતો. એમને તો બસ ભાજપ સરકારરામમંદિરનું નિર્માણ કરે એટલું જ જોઈતું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી – ભાજપે જ્યારેરામમંદિર મુદ્દો ન્યાયમંદિરમાં જ ઉકેલાશે એવું કહ્યું ત્યારે અલગ-અલગ પ્રકારની વાતો થઈ ભાજપ પર આંગળી ઉઠવા લાગી હતી. એક આખા રાષ્ટ્રવાદી વર્ગ, એમાં ખાસ કરીને સંઘ કાર્યકરોને પણ આંચકો લાગી ભાજપે રામમંદિર મુદ્દે પાછીપાની કરી તેવી ધારણા બાંધી લીધી હતી.રામમંદિર નિર્માણ મુદ્દે કરોડો હિંદુઓને એકમાત્ર ભાજપ પાસેથી આશા-અપેક્ષા-ઈચ્છા હતી કે ભાજપ સરકાર રામમંદિર નિર્માણ કરશે. કોર્ટમાં નહીં પરંતુ કાયદો ઘડી. આ એવા બધા લોકો હતા જેમને અદાલતની કાર્યવાહી અને ચૂકાદાઓ અંગે પૂર્વગ્રહ હતા, પણ તેઓ એ વિચારી શકતા ન હતા કે જે વિવાદ 500 વર્ષોથી ચાલ્યો છે તેનું નિરાકરણ લાવવામાં સમય તો લાગે જ.
રામ મંદિર મુદ્દે મોદી-શાહ-યોગી અને ભાજપના ઉદ્દેશો પર શંકા થવા લાગી હતી. સંઘના કાર્યકરોથી લઈ સામાન્ય નાગરિકો પણ ઘણા નકારાત્મક બની ગયા તો બીજા કેટલાંક લોકો અન્ય પક્ષો સાથે જોડાઈ ગયા હતા. અહીં અભાવ તેમની પોતાની શ્રદ્ધામાં હતો પરંતુ તેઓ સેનાપતિને દોષી ગણાવવા લાગ્યા હતા. મંદિરનું નિર્માણ હોય કે હિંદુઓના હક્કની વાત, ભાજપ હંમેશા ભારતીયોનો અવાજ બન્યું છે. જો માત્રરામમંદિર નિર્માણમાં ભાજપના પ્રયત્નો અને તેના પરિણામો વિશે વાત કરવામાં આવે તો…
ભ્ સૌ પ્રથમ લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢીનેરામમંદિર નિર્માણનું વાતાવરણ બનાવ્યું હતું. જ્યારે યાત્રા દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમણે વી.પી. સિંઘ પાસેથી ટેકો પાછો ખેંચી કેન્દ્ર સરકારને પાડી દીધી હતી. રામમંદિર મુદ્દે સરકારો બને છે પરંતુ આ મુદ્દે કેન્દ્ર સરકાર પડી ભાંગી હોય તેની વાત કોઈપણ કરતું નથી. બાદમાં કારસેવકો પર ગોળીબાર કર્યા બાદ ભાજપ સહિત અન્ય હિન્દુવાદી સંગઠનોનાં દબાણને કારણે મુલાયમ સરકારને પણ સરકારમાંથી વિદાય લેવી પડી હતી.
- Advertisement -
રામ જન્મભૂમિમાં રામનો વાસ કરાવવામાં અને મંદિર નિર્માણનો વનવાસ પૂર્ણ કરાવવામાં સંઘ-ભાજપની ભૂમિકા
મોદી-યોગીજીના આગમન પછી અયોધ્યાને તેની દિવ્યતા-ભવ્યતા મળી: મેડિકલ કોલેજ, એરપોર્ટ સહિતની કરોડો રૂપિયાની યોજનાઓ શરૂ કરાઈ
– 6 ડિસેમ્બરના રોજ બાબરી વિધ્વંસ મામલે કલ્યાણ સરકારે કારસેવકોને ટેકો આપ્યો અને પોલીસને ગોળીબાર કરતા અટકાવ્યા. જ્યારે ત્રણેય ઢાંચા પડી ભાંગ્યા ત્યારે એ કલ્યાણસિંહ જ હતા જેમણે એ જ સાંજે છાતી ઠોકીને કહ્યું હતું કે, અમારી સરકારમાં આ ઢાંચો તૂટ્યો છે અને હું તેની જવાબદારી જાતે લઈને કોઈપણ પ્રકારની ન્યાયિક તપાસનો સામનો કરવા તૈયાર છું. અને તેમણે જય શ્રીરામનો જયઘોષ પણ કર્યો હતો.
– ભાજપના ઘણા નેતાઓની સાથે મુખ્યત્વે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમાભારતી, વિનય કટિયાર, વેદાંતીજી મહારાજ જેવા લોકો હજી પણ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો સામનો કરી રહ્યાં હતા. જોકે હવે ચુકાદો આવી ગુયો છે અને તેઓ નિર્દોષ સાબિત થયા છે.
– જે એએસઆઈના ખોદકામના પુરાવા પર સુપ્રીમ કોર્ટમાંરામમંદિર તરફેણમાં નિર્ણય આવ્યો છે એ ખોદકામ શરૂ કરવામાં તત્કાલીન અટલ બિહારી સરકાર અને મુરલી મનોહર જોશીજીનો ફાળો છે.
– બાબરી વિધ્વંસ પહેલાં, કલ્યાણ સરકારે લગભગ 70 એકર જમીન હસ્તગત કરીને મંદિર બનાવવાનું કામ શરૂ કર્યું હતું પરંતુ મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને અદાલતે સ્થાયી બાંધકામ પર રોક લગાવી દીધી હતી. પાછળથી આ જમીન કેન્દ્ર સરકારની હસ્તક આવી, જે જમીન મોદી સરકારે આ વર્ષે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષોને આપવાની વાત કહી હતી.
– બીજી તરફ કોંગ્રેસ સરકારે શ્રીરામકાલ્પનિક વ્યક્તિ છે તેવું એફિડેવિટ પણ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવેલું તો કપિલ સિબ્બલે ચૂંટણી પહેલારામમંદિર મામલે નિર્ણય ન આવે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો અન્ય રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો.. સપાએ ગોળીઓ ચલાવી હતી અને યુપીમાં તેમની સરકાર રહી ત્યાં સુધી ક્યારેય મંદિરની તરફેણમાં નિવેદન આપ્યું ન હતું. પંચ કોસી અને ચૌરાસી કોસી યાત્રા દરમિયાન પણ મોટા અવરોધ ઉભા કર્યા હતા. આ સાથે જ ફૈઝાબાદ કોર્ટના ન્યાયધીશ જેમણે સૌ પ્રથમ તાળુ ખોલવાની મંજૂરી આપી હતી, મુલાયમ સરકારે તેમનું હાઈકોર્ટમાં પ્રમોશન અટકાવવા સુધી ષડયંત્ર રચેલા.
– લાલુ યાદવ હોય કે વામપંથીઓ કે કોંગ્રેસીઓ.. રામમંદિર મુદ્દે દરેકના ચહેરાઓ ઉઘાડા પડતા રહ્યાં છે. ત્યારે એક માત્ર ભાજપ જ હતું જેણે તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે, મંદિરનું નિર્માણ કાયદાકીય રીતે શાંતિ-સૌહાર્દપૂર્ણ રીતે થશે.
– મોદી-યોગીજીના આગમન પછી અયોધ્યાને તેની દિવ્યતા-ભવ્યતા મળી. મેડિકલ કોલેજ, એરપોર્ટ સહિતની કરોડો રૂપિયાની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી હતી. અહીં જ્યારે અખિલેશ કે માયાવતીની સરકાર હતી ત્યારે તેમણે એ જાણવું પણ મહત્વપૂર્ણ સમજ્યું ન હતું કે, ગોરખનાથપીઠના પ્રમુખ મહારાજજી છે, જેની ત્રણ પેઢીઓ મંદિર માટે લડત લડી રહી છે. તે જ સમયે યોગી સરકારે અયોધ્યામાં 251 મીટર ઉંચી શ્રીરામપ્રતિમાની સ્થાપના કરીને શ્રીરામના સ્વરૂપમાં દિવ્ય-ભવ્ય રીતે ન્યાય આપવાનું કામ શરૂ કર્યું.
– રામમંદિર મુદ્દે આ નિર્ણય મોદી સરકાર પહેલાની સરકારના કાર્યકાળમાં આવી શક્યો હોત પરંતુ ભાજપ સિવાય કોંગ્રેસ સહિતના તમામ પક્ષોરામમંદિર મુદ્દે એટલા બધા આડા ચાલ્યા કે દેશના ન્યાયિક ઈતિહાસમાં પહેલીવાર સીજેઆઈને મહાભિયોગનો સામનો કરવો પડ્યો.
– જ્યારે સીજેઆઈ જસ્ટિસ ગોગોઈએ આ કેસની દૈનિક સુનવણીની વાત કરી ત્યારે તેમના પર જાતીય શોષણનો આરોપ મૂકાયો હતો. તે સમયે અરુણ જેટલીએ એક બ્લોગ લખીને સીજેઆઈને ટેકો આપ્યો હતો. ત્યારબાદ કાયદાપ્રધાન અને મોદીજીએ પણ ન્યાયતંત્રનું ગૌરવ જાળવવાની વાત કરીને પરોક્ષ રીતે સીજેઆઇને ટેકો આપ્યો હતો.
– ભાજપના તમામ વિરોધી પક્ષો દ્વારા કેટકેટલા દાવપેચ રમવામાં આવ્યા હતા પરંતુ આ વખતે આખરે નિર્ણય આવી ગયો. આ બધી બાબતો તેવા લોકોએ સમજી લેવી જોઈએ કે જેઓ હજી પણ કહે છે કે જો રામમંદિર મુદ્દે નિર્ણય સુપ્રીમ કોર્ટ આપે તો તેની ક્રેડિટ ભાજપને કેમ મળે?
– તેથી જ ભાજપે સુપ્રીમ કોર્ટથી આ નિર્ણયની આશા રાખી હતી જેથી પોતાના કે અન્ય લોકો ભલે ભાજપની ટિકા કરે પરંતુ કોર્ટના નિર્ણય કેરામમંદિર મુદ્દે ભવિષ્યમાં ક્યારેય આંગળી ન ચીંધી શકે. તેથી કેન્દ્રમાં સરકાર હોવા છતાં ભાજપેરામમંદિર મુદ્દે કાયદો બનાવવાનો વિકલ્પ પ્લાન-બી તરીકે રાખ્યો હતો.
– અંતે અયોધ્યા કેસ અંગે ઐતિહાસિક નિર્ણય આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે દિવ્ય-ભવ્યરામમંદિર બનાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને જ સોંપી છે પણ આ બધી બાબતો કટ્ટરવાદી લોકો સમજી નહીં શકે.
– અલબત્ત એકલું ભાજપ જ નહીં, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્ર્વ હિંદુ પરિષદને પણ અયોઘ્યાધામમાં શ્રી રામ મંદિર પુન:નિર્માણ પાછળનો યશ મળવો જોઈએ. જોકે અઢળક ધાર્મિક સંસ્થાઓ અને સનાતનીઓએ શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે અભિયાન ચલાવ્યા છે, બલિદાન આપ્યા છે. અંતે ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ ટૂંકમાં કહીએ તો સંઘ-ભાજપ જ આ સૌમાં શ્રી રામ મંદિર પુન:નિર્માણ પાછળનો યશ મળવાને-ભોગવાને વધુ યોગ્ય જણાય છે.