મૂળ માલિકને બદલે બોગસ વ્યક્તિ થકી દસ્તાવેજ થયો હશે તો તેવા સંજોગોમાં દસ્તાવેજ તૈયાર કરનારી વ્યકિત પણ જવાબદાર ગણાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજયના મહાનગરોમાં મિલકતોના વેચાણને લઈને અનેક ગુનાઓ સામે આવી રહ્યા છે. એક જ મિલકતનો એકથી વધુ વખત દસ્તાવેજ અથવા તો કોઈની મિલકત કોઈના નામે વહેંચી મારવાનું અને દસ્તાવેજ કરવાના બનાવો વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ દસ્તાવેજ તૈયાર કરનાર વ્યકિતએ જ આ અંગેની ખરાઈ કરવી પડશે અને તેમાં પણ જો કસૂર સાબિત થશે તો દસ્તાવેજ તૈયાર કરનારને પણ ગુનેગાર બનશે,જેમા સાત વર્ષની જેલની સજા જોગવાઈ કરવામાં આવી છે
સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા મિલકતોની ખરીદી અને વેચાણની બાબતમાં મિલકતોના દસ્તાવેજની નોંધણી સમયે બોગસ દસ્તાવેજો ધ્યાનમાં આવતા સર નોંધણી નિરીક્ષકે પરિપત્ર બહાર પાડો છે તે મુજબ દસ્તાવેજ તૈયાર કરનારી એજન્સી કે વ્યકિતએ બંને પક્ષકારોની ખરાઈ કરવાની જવાબદારી લેવી પડશે.
રાજ્યમાં વધી રહેલા મિલકત સંબંધી ગુનાઓને ધ્યાનમાં રાખીને મિલકતની ખરીદી અને વેચાણ દરમિયાન મિલકત વેચનાર વ્યકિત અને ખરીદનાર એ બંને પક્ષકારોના પાસપોર્ટ સાઇઝના ફોટા અંગૂઠાના નિશાન હસ્તાક્ષર અને બાયોમેટ્રિક વગેરે નમુના લેવામાં આવે છે પરંતુ ઘણીવાર આવા કિસ્સામાં મૂળ માલિકના બદલે ખોટી વ્યકિત પણ બોગસ દસ્તાવેજ કરી જતી હોય છે આ બાબત સરકારના ધ્યાન પર આવતા આખરે આ અંગે સરકારે નિર્ણય લીધો છે કે, દસ્તાવેજ તૈયાર કરનારી ખાનગી વ્યકિત એજન્સી કે વકીલને પોતે પોતાના તરફથી એક ફોર્મ તૈયાર કરીને દસ્તાવેજ સાથે જોડવાનું રહેશે ફોર્મ માં જેનો દસ્તાવેજની કરવાની છે તેની મિલકતનું વર્ણન દસ્તાવેજ નો પ્રકાર ખરીદ કિંમત દસ્તાવેજ તૈયાર કર્યેા છે તેનું નામ સરનામું ફોન નંબર કામકાજ ઉપરાંત ખાતરીપૂર્વકની બાહેધરી પણ લખી આપવાની રહેશે.