સાતમો પગાર પંચનો લાભ, ગ્રેડ પે,અને જૂની પેન્સન યોજના અમલી બનાવવા ઉગ્ર માંગ
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના શિક્ષકો જૂની પેન્શન યીજના લાગુ કરવા મામલે આંદોલન કરી રહ્યા છે. છતાં સરકાર તરફથી કોઈ નિરાકરણ નહિ આવતા જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા મુદ્દે શિક્ષકો બેનર સાથે રસ્તા પર ઉતર્યા હતા.
આંબેડકર જયંતિના દિવસે જ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. પડતર માંગણીઓનો ઉકેલ નહિ આવતા વિરોધ પર ઉતર્યા છે અને હજુ પણ જો આ મામલે ઉકેલ નહિ આવે તો આગામી દિવસોમાં રાજ્યના અંદાજે દોઢ લાખ શિક્ષકો વિધાનસભા કૂચ કરશે અને પોતાની માંગણી બુલંદ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.જે શિક્ષકો ન્યાય અને હક્ક લડાઈના પાઠ શીખવતા હોય છે એ શિક્ષકોએ જ ન્યાય માટે અને પોતાના હક માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે.
એક તરફ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાય રહી છે. ત્યારે બીજીતરફ શિક્ષકોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જ શક્તિપ્રદર્શન કરી સરકારને પડકાર ફેંક્યો છે. અમદાવાદ મ્યુ.શિક્ષક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જેમાં સાતમો પગાર પંચનો લાભ, ગ્રેડ પે,અને જૂની પેન્સન યોજના અમલી બનાવવા ઉગ્ર માંગ કરવામાં આવી.
- Advertisement -
સારંગપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્લે કાર્ડ દર્શાવી શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. અગાઉ અનેકવાર સરકાર સાથે વાટાઘાટો કર્યા છતાં નિવેડો નહિ આવતા શિક્ષકોએ આંદોલન પર ઉતરવાની ફરજ પડી છે.આ અંગે શિક્ષકોએ જણાવ્યું કે, 4200 ગ્રેડ પેને લઈ 15થી 20 હજાર રૂપિયા એક શિક્ષકને નુકસાન જઈ રહ્યું છે. જૂની પેન્શન યોજનાનો અમલ થતો નથી એટલે અમારા પરિવારને ભવિષ્યમાં તકલીફો વેઠવી પડશે.