ATMમાંથી પૈસા ઉપાડતી વખતે ફાટેલી નોટો નીકળે તો એ કોઈ કામની નથી હોતી પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર કોઈપણ સરકારી બેંક નોટ બદલવા માટે ઈનકાર ન કરી શકે.
ઘણી વખત ATMમાંથી ફાટેલી નોટો નીકળી જાય છે અને તેના કારણે ઘણા લોકો પરેશાન થઈ જાય છે અને વિચાર આવે છે કે આ ફાટેલી નોટનું હવે શું કરવું..? સાથે જ એવું પણ બને છે કે બજારમાં વસ્તુ ખરીદીને ચૂકવણી કરતી વખતે, દુકાનદારો ફાટેલી નોટ સ્વીકારવાનો ઇનકાર કરે છે. એવામાં જો તમને પણ ATM અથવા અન્ય માધ્યમથી ફાટેલી નોટો મળી હોય તો ચિંતા કરશો નહીં. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ આવી નોટો બેંકમાં સરળતાથી બદલી શકાય છે.
- Advertisement -
ATMમાંથી પૈસા ઉપાડતી વખતે ફાટેલી નોટો નીકળે તો એ તમારા માટે કોઈ કામની નથી હોતી પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હકીકતે આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર કોઈપણ સરકારી બેંક નોટ બદલવા માટે ઈનકાર ન કરી શકે. આવી સ્થિતિમાં હવે તમે સરળતાથી ફાટેલી નોટો બદલી શકો છો અને આ પ્રક્રિયામાં વધુ સમય લાગતો નથી.
જો ATMમાંથી ફાટેલી નોટો નિકળે તો તેને બદલવા માટે તમારે તે બેંકને અરજી કરવી પડશે જેના ATMમાંથી રોકડ ઉપાડવામાં આવે છે. આ અરજીમાં ATMની તારીખ, સમય અને સ્થાન લખવાનું રહેશે. ઉપરાંત તમારે ઉપાડની સ્લિપ જોડવી પડશે. જો તમારી પાસે સ્લિપ નથી, તો તમારે તમારા મોબાઈલ પર આવેલા મેસેજની વિગતો આપવી પડશે.
રિઝર્વ બેન્ક અનુસાર ATMમાંથી નીકળતી બેન્કમાં કોઈ કમી હોય તો બેન્ક તરફથી તેની તપાસ કરવામાં આવશે. ફાટેલી અને જૂની નોટ બદલવા માટે RBI તરફથી સર્ક્યુલર જાહેર કરવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર એક વ્યક્તિ માત્ર 20 નોટ બદલી શકે છે, જેની વેલ્યૂ 5,000થી વધુ ના હોવી જોઈએ. જે નોટ સંપૂર્ણપણે બળી ગયેલ હોય તથા અનેક ટુકડા થઈ ગયા હોય તો તે નોટ બદલી આપવામાં આવશે નહીં.
- Advertisement -
ભારતી રિઝર્વ બેન્ક તરફથી ફાટેલી અને જૂની નોટ બદલવાના નિયમ બનાવવામાં આવ્યા છે. જે અનુસાર બેન્ક ATMમાંથી નીકળતી જૂની અને ફાટેલી નોટ બદલવા માટે ના પાડી શકે નહીં. બેન્ક સરળતાથી આ નોટ બદલી આપશે, જે માટે કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ આપવાનો રહેતો નથી. બેન્ક નોટ બદલવાની ના પાડે તો 10,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે.