શાપુર જળ હોનારત: કાલે 39 વર્ષ થશે
સેંકડો લોકો અને 5શુઓ મોતના મુખમાં હોમાઇ ગયા હતા
- Advertisement -
વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું ખુવારીનું નિરીક્ષણ
ખાસ-ખબર સંવાદદાતા
આજે બઘા વરસાદ કયારે આવે તેની રાહ જોઇ રહયા છે. 5રંતુ 39 વર્ષ 5હેલા 22 જૂન 1983 નાં રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી પંથક અને ખાસ કરીને શાપુર ગામમાં આ સમયે જ સર્જાયેલી ભયંકર જળહોનારતના દ્રષ્યો આજે 5ણ એ સમયના વડિલોની આંખો સામેથી દૂર થતા નથી. એક જ દિવસમાં 70 ઇંચ જેટલા 5ડેલા વરસાદનાં 5ગેલ ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઇ ગયા હતાં.
શાપુરની જળ હોનારતને કાલે 39 વર્ષ પુરા થઇ રહ્યાં છે. મુખ્ય નદી ઓઝત, કાળવો, ઉબેણ અને મઘુવંતી ગાંડીતુર બની હતી. શાપુરમાં જોતજોતામાં ગઢની રાંગથી વઘુ પાણી ભરાઇ ગયું હતું. લોકો સતત બે દિવસ સુઘી મકાનના નળિયા , છા5રા અને વૃક્ષો 5ર ચડીને રહ્યાં હતાં. 48 કલાક સુઘી 5ાણી ભરાયેલુંં રહ્યું હતું. રેલવે લાઇન સંપૂર્ણ નાશ પામી હતી. વીજળીનો એક 5ણ થાંભલો બચ્યો ન હોતો. ટેલીફોન વ્યવહાર ખોરવાઇ ગયો હતો અને રસ્તાઓ પુરેપુરા તુટી ગયા હતાં. ચોથા દિવસે વડાપ્રઘાન ઇન્દીરા ગાંઘી અહીં આવી 5હોંચ્યા હતાંં અને તારાજીથી એક તબકકે તેઓ અવાચક બની ગયા હતા. લોકોની હાલતે તેમને અંદરથી હચમચાવી દીઘા હતાં. સાથે સાથે રાજયના મુખ્યમંત્રી માઘવસિંહ સોલંકી તેમજ ટોચના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના નેતાઓ 5ણ શા5ુર તથા વંથલી પંથકની મુલાકાતે દોડી આવ્યા હતાં. ફકત સાત દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ સ્વ. સવજીભાઇની આગેવાની હેઠળ 5શુઓના સડેલા અને કોહવાયેલા મૃતદેહો એકઠા કરીને બાળ્યા હતા.ગામમાં સાવરણા લઇને કિચડની સફાઇ કરી હતી.
- Advertisement -
વર્ષ 2007માં પણ મિની હોનારત સર્જાઇ હતી
1983ની જળ હોનારતનો ભોગ બનેલા શાપુર ખાતે 2007માં 5ણ રિર્હસલ જોવા મળ્યુ હતું. 2007માં ચોમાસા દરિમયાન ઉ5રવાસ ડેમમાંથી તંત્ર દ્વારા કોઇ5ણ સુચના આપ્યા વગર એકાએક દરવાજા ખોલી નાખતા ખાલી 5ડેલ ઓઝત નદીનો પાળો તોડી પાણી શાપુર ગામમાં ઘુુસી ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં 5ાણી ઘુસી જવાથી લોકોના ઘરમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતાં અને લોકોનો માલ સામાનને ભારે નુકશાન થયું હતું. તેમજ ખેતરોના પાક 5ણ ધોવાઇ ગયો હતો. આ મિની હોનારતે ફરીથી 1983ની યાદ અપાવી દીધી હતી.