‘ચંદરવો ચોપાટનો માઁ ગરબે ઘૂમે’ કાર્યક્રમમાં 1751 દીવાઓ અને 32 પ્રાચીન રંગત-સંગતના ગરબાઓ રજૂ થશે: પ્રથમવાર ગરબા વિશ્ર્વમાં 16 કુકરી – સોગઠાં સંગમેમાં ઉમમયાના ચોપાટ ગરબાનો નવતર પ્રયોગ
સુપ્રસિદ્ધ અકિલા અખબાર દ્વારા 70 દેશ – વિદેશોમાં જનજન સુધી ગુજરાતના ગરબાની ધરોહરનું Facebook પર લાઈવ પ્રસારણ થનાર છે
ગુણવંતભાઈ ડેલાવાળા, ડો. અલ્પનાબેન ત્રીવેદી, કિરણભાઈ પટેલ અને આર્કિટેકટ નિલેશભાઇ ભોજાણીનું અનેરૂ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગરબા વિશ્વનું અગ્રેસર નામ અને ICCR માન્ય કંકણ ઇન્ટરનેશનલ, રાજકોટ દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિજયાદશમી (દશેરા)ના પાવન અવસરે એક અદ્ભુત અને કલાત્મક સાંસ્કૃતિક રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ’ચંદરવો ચોપાટનો માં ગરબે ઘૂમે’ શીર્ષક હેઠળનો આ કાર્યક્રમ તા. 02/10/2025 ને ગુરુવાર (ગાંધી જયંતી)ના રોજ રાત્રે 8:45 કલાકે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજાશે. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય આદરણીય વજુભાઈ વાળાના હસ્તે થશે. આ રાસોત્સવ કલાધરીત્રિ કંકણ સ્થાપિકા અને નૃત્ય નિર્દેશિકા સુ. સોનલબેન હંસદેવજી સાગઠીયાના ભાવભર્યા નિમંત્રણ સાથે યોજાશે. કંકણ પ્રેરણાસ્ત્રોત કિરીટભાઈ ગણાત્રા, હંસદેવજી સાગઠીયા અને ડો. ઘનશ્યામ જાગાણીના આશીર્વાદથી આ પ્રસ્તુતિ થશે.
આ કાર્યક્રમમાં કંકણ દ્વારા ગરબાને ગૌરવવંતી રાખતી ભાતીગળ કૃતિઓ રજૂ કરવામાં આવશે, જેમાં નીચેની કૃતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. નવતર ’ચોપાટ ગરબો’: 30 ડ્ઢ 30 ની સાચી ચતુરંગી ચોપાટ પર 16 કુકરી રૂપે કંકણના કલાકારો ચોપાટ ગરબો ખેલશે, જેનું સ્વર-સંગીત નિયોજન ડો. ભરત પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને સ્વર ગાર્ગી વોરાનો છે.
અન્ય કૃતિઓ: ગરબડીયો ગવરાવો, ભોજન થાળી રાસડો, શૌર્ય કટાર કથા રાસડો, રામસાગર ભક્તિ રાસડો, દેશી પ્રાચીન રાહડો, ભવાઈ ગરબી, ઘંટારવ ગરબો, આદિવાસી ગરબો, દીવડા-દીવા જાગ ગરબો, બેડા રાસ અને વીંછયો ઘડુલીયો રાસનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં 1751 દીવાઓ, 32 થાળી, 6 રામસાગર, 12 કરતાલ, 8 ભવાઈ માંડવડીઓ અને 38 રંગબેરંગી ગરબાઓનો ઉપયોગ કરીને નયનરમ્ય કલા સૂઝથી રંગસજ્જા કરવામાં આવી છે.
- Advertisement -
ગીત-સંગીત-સંચાલનનો ભાર સ્વર શિલ્પીઓ લતા મંગેશકર, પં. જસરાજજી, પદ્મ હેમંત ચૌહાણ, ડો. ભરત પટેલ, ગાર્ગી વોરા જેવા દિગ્ગજોના ગીતો સાથે ડો. ભરત પટેલ (ઓલ ઈન્ડિયા રેડિયો) અને અતુલ રાણીંગા (બોલીવૂડ મ્યુઝિશિયન) દ્વારા તૈયાર કરાયેલા ગીત-સંગીત દ્વારા રજૂ થશે. કાર્યક્રમનું સંચાલન છઉં નૂપુર, નિશિતા, કુકડીયા માંડવીયા અને સારસ્વત મનોજ શુકલ કરશે. સમગ્ર કલ્પન, સંકલન અને નૃત્ય નિર્દેશન કંકણ મેનેજિંગ ટ્રસ્ટી ટીંવ્કલ ઘનશ્યામ જાગાણી અને ટ્રસ્ટી ઝલક મિહિર છાયા દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થાને ઉદ્યોગપતિઓ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ), મનીષભાઇ માડેકા (રોલેક્સ રીંગ્સ) અને સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્ડસ્ટરીઝ)નો આર્થિક સહયોગ સાંપડ્યો છે.
સરગમ કલબ રાજકોટના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી અને ગેલેક્સી ગ્રુપ ઓફ સ્કૂલના કિરણભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે. ’ચંદરવો ચોપાટનો માં ગરબે ઘૂમે’ કાર્યક્રમના પ્રવેશ કાર્ડનું વિતરણ દશેરાના દિવસે તા. 02/10/2025 ને ગુરુવારના રોજ સવારે 10:00 કલાકે જે. જે. કુંડલિયા કોલેજ, લીમડા ચોક ખાતેથી કરવામાં આવશે.
નોંધ: કાર્યક્રમમાં અ થી ૠ હરોળ આમંત્રિતો માટે આરક્ષિત રહેશે. ત્યારબાદ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે. પ્રેક્ષાલયમાં 8 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ મળશે નહીં અને રાત્રે 9:00 વાગ્યા પછી પ્રવેશ આપવામાં આવશે નહીં.



