કામને અને કામસૂત્રને જ મહત્વ આપતી યુવતી
એક સ્ત્રીને હંમેશા ખબર પડે છે કે તેના માટે ભોગ આપનાર વ્યક્તિ કોણ છે અને તેને ભોગવનાર વ્યક્તિ કોણ છે
સમય જે રીતે આગળ વધી રહ્યો છે, તેમાં હવે લોકો પ્રેમ અને લાગણી જેવા શબ્દોને પણ ભૂલી રહ્યા છે. જે રીતે લોકો એકબીજાનો ઉપયોગ ફક્તને ફક્ત શારીરિક અને માનસિક ભૂખ સંતોષવા માટે કરી રહ્યા છે, તે જોઇને અને જાણીને લાગે છે કે લોકોના મન હવે મિકેનિકલ બની ગયા છે. આજે એક એવી યુવતીની વાત કરવા આવી છું, જેનો કહેવાતો બોય ફ્રેન્ડ આલોક મને ડેટીંગ એપ પર મળ્યો હતો. તેણે મને તેની વાત કરી હતી પણ સાથે જ મને તેણે આ યુવતી જાસ્મિનની વાત કરી. તેમાં મને વધારે રસ પડ્યો. મેં આલોકને પૂછ્યું કે શું હું જાસ્મિનને મળી શકું. તો તેણે તરત ફોન કરીને મીટીંગ નક્કી કરી લીધી. જાસ્મિનને મળી. ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હતી. સિમેટ્રીકલ બોડી અને ખભા સુધીના ફેધર કટ વાળ તેને વધારે શોભતા હતા. કોઇ છોકરી કોઇ છોકરીને જોઇને સુંદર લાગે છે, તેવી કોમ્પલીમેન્ટ ક્યારેક જ આપી શકે છે. જે મેં તેને આપી હતી. અમે ત્રણેય લંચ ડેટ પર મળ્યા હતા અને હોટલના કોર્નરના ભાગમાં બેઠા હતા. તેથી સરળતાથી વાતચિત કરી શકીએ તેમ હતા. આલોકને તેના વિશે બધી જ ખબર હતી તેનું પણ કારણ આપને અંત સુધીમાં ખબર પડશે. તેથી આલોક સામે તેને કોઇપણ વાત કરવામાં વાંધો નહોતો. મેં પણ તેને થોડું મારી કોલમ માટેની વાતચિત કરી અને મારો પરિચય આપ્યો. તે એટલી બધી સ્માર્ટ હતી કે તેણે મને પહેલા જ ફેસબુક અને ઇન્સ્ટામાં સર્ચ કરીને બધુ જાણી લીધુ હતુ અને પછી મને મળવા માટે આવી હતી.
જાસ્મિને તેની વાતની શરૂઆત કરી. હું 30 વર્ષની છું અને છેલ્લા ચાર વર્ષથી જૂદા જૂદા યુવાનોને ડેટ કરું છું. હું પરિણીત પુરુષોમાં ક્યારેય પડતી નથી. મને તે લોકો પસંદ જ નથી. તેમની માનસિકતા હંમેશા કુંવારી અને સુંદર યુવતીના શરીરને ભોગવવાની જ હોય છે અને જો તેની સાથે સેક્સમાં વધારે મજા આવે તો થોડીઘણી લાગણીથી બંધાઇ જાય છે અને પછી તેમની પ્રોપર્ટી હોઇએ તેવું વર્તન કરે છે. ઉંમરના કારણે પણ વિચારોમાં ઘણો ફરક પડે છે. મને કોઇ બાંધીને રાખે તેવો સંબંધ મંજૂર જ નથી, તેથી હું યુવાનો સાથે અને મારી ઉંમરની નજીકના વ્યક્તિઓ સાથે જ ડેટ પર જવાનું પસંદ કરું છું. હું ચાર વર્ષમાં અનેક લોકોને મળી છું. હું માનું છું કે આ મારી જીંદગી છે અને તેને જીવવાનો અને તેમાં ખુશ રહેવાનો અધિકાર પણ ફક્ત મારો જ હોવો જોઇએ.
- Advertisement -
મેં ક્યાંક વાંચ્યુ હતું કે સેક્સ રેગ્યુલર કરવાથી અને અમુક ચોક્કસ સમય દરમિયાન કરવાથી શરીર સુંદર અને મન પ્રફુલ્લિત રહે છે. જોકે વાંચન અને સમજણ રાખવી સારી છે. હું ક્યારેય કોઇના પ્રેમમાં પડી નથી અને પડવા માગતી પણ નથી. હું અત્યાર સુધીમાં આઠ યુવકો સાથે સંબંધમાં રહી ચૂકી છું. હાલમાં આલોક સાથે છું. હું જેની પણ સાથે હોઉં ત્યારે તે એકની સાથે જ હોઉં છું. આ પહેલા મારા આઠ રીલેશનશીપ હતા. તે દરેક યુવકો મારા પ્રેમી નહીં પણ ખાસ મિત્રો જેવા જ હતા. તેમની સાથે શારીરિક સંબંધ હતો અને દરેક સાથે હું મુક્ત મને રહેતી હતી. મારે આજ સુધી કોઇપણ યુવક સાથે સંબંધમાં ઝગડો થયો નથી, કે કોઇના માટે પણ મને પઝેસીવનેસ આવી નથી. તેનું કારણ એ છે કે હું દરેકને તેમની ઇચ્છા મુજબ જીવવા દેવું જોઇએ તેવું માનું છું. હું દરેક યુવક સાથેના સંબંધમાંથી બહાર નીકળી ગઇ તેનું પણ કારણ છે કે તે લોકો મારા માટે ખૂબ ઇનસિક્યોર થઇ ગયા હતા. તેમને ફક્ત હું જ તેમની સાથે રહું તેવી તેમની માગણી હતી. તે સિવાય મને જેની સાથે સેક્સમાં મજા ન આવે ત્યાં પણ હું વધારે સમય બગાડતી નથી. હું અને આલોક દોઢ વર્ષથી સાથે છીએ, પણ અમારા વિચારો ખૂબ મેચ થાય છે, તેથી સાથે છીએ.મારો પહેલો ફ્રેન્ડ મારી જ ઓફિસનો યુવક હતો. તેની સાથે હું છ મહિના સંબંધમાં રહી. અમે બંને દિવસમાં બે વાર સેક્સનો આનંદ માણતા હતા. તે ફિઝીકલી ખૂબ જ સ્ટ્રોંગ હતો અને તેની સાથે હું ખૂબ એન્જોય કરતી હતી. પણ ધીમે ધીમે તે મારા માટે પઝેસીવ થવા લાગ્યો. તેને હું ઓફિસમાં કોઇ યુવક સાથે હસીને વાત કરું તો પણ પસંદ નહોતું. તે મારી સાથે કારણ વિના ઝગડા કરવા લાગ્યો. એક બે વખત એવું બન્યું કે ફેમીલી ફંક્શનમાં જવાના કારણે હું તેને સાંજે સેક્સ માટે મળી નહોતી શકતી, તેથી તેને લાગ્યું કે મારી લાઇફમાં કોઇ અન્ય વ્યક્તિ આવી ગયું છે અને હું તેને અવોઇડ કરી રહી છું. તેથી તે મારી સાથે ઝગડો કરતો. મેં તેને પ્રેમથી સમજાવીને સંબંધ ત્યાં જ પૂરો કરી નાખ્યો. સમય જતાં મને બીજી એક જગ્યાએ સારી ઓફર મળતા મેં ઓફિસ ચેન્જ કરી નાખી. હવે અમે જરાપણ સંપર્કમાં નથી.
તે પછી લાઇફમાં અનેક યુવકો આવ્યા પણ તે દરેક સાથે ફક્ત મળીને સેક્સ કરીને છૂટા પડવા જેવા જ સંબંધ રાખ્યા. દરેક વાત પહેલેથી જ સ્પષ્ટ કરીને જ હું સંબંધમાં આગળ વધતી. હું મારા સમયે, મારા નિયમો અને મારી અનુકૂળતા પ્રમાણે જ રહેવામાં માનું છું. કોઇ પુરુષ હોય કે કોઇ વ્યક્તિ હોય તે તમને તમારી ગુલામ બનાવી લે તે રીતે સંબંધમાં ક્યારેય રહેવું જ ન જોઇએ. હું તેથી વધારે લાગણીશીલ કે વધારે ઊંડાણમાં કોઇ સંબંધમાં ઊતરી નથી. બસ સમય મળે અને ઇચ્છા થાય ત્યારે સંપૂર્ણ શરીર સુખનો આનંદ માણવો તે મને ગમે છે. જોકે તેમાં નવા નવા યુવકોનો ઉપયોગ કર્યો છે, તેનું કારણ એ છે કે દરેક વ્યક્તિની સેક્સ કરવાની પદ્ધતિ અલગ હોય છે. દરેક પુરુષ અલગ રીતે અને અલગ પ્રકારનો આનંદ આપી શકે છે. હું તે અલગ પ્રકારનો આનંદ મેળવવા માટે જ સંબંધ રાખતી હતી. છેલ્લા દોઢ વર્ષથી આલોક સાથે છું કારણકે આલોક સાથે હું સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરી શકું છું અને તે દરેક રીતે મને ખૂશ કરી શકે છે.
કોઇપણ યુવક સાથે હું લાંબો સમય રહી નથી પણ આલોક સાથે રહેવાનું કારણ એ કે તે મને ક્યારેય કોઇ ફોર્સ કરતો નથી. એક સ્ત્રીને હંમેશા ખબર પડે છે કે તેના માટે ભોગ આપનાર વ્યક્તિ કોણ છે અને તેને ભોગવનાર વ્યક્તિ કોણ છે. મેં આલોકમાં તે જોયું છે. તે મને ભોગવી પણ જાણે છે અને મારા માટે ભોગ પણ આપી શકે છે. અમે બંને ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાને મળ્યા હતા. સેક્સના દરેક પ્રકારના આસનોનો આનંદ અમે બંનેએ માણ્યો છે. એક સમયે આલોકે મને લગ્ન માટે પૂછ્યું પણ હતું. મેં તેને તે સમયે મારા ભૂતકાળની વાતો કરીને તેને મારા મનની વાત કહી કે હું હજુ પણ બીજે બંધાઇ શકું તેવી માનસિકતા ધરાવું છું. તેણે મારી તમામ વાતો સાંભળી. મારી વિશે બધી વાતો જાણ્યા પછી પણ તેના તરફથી પ્રેમમાં કે સેક્સમાં કોઇ ફરક પડ્યો નથી. હું જાણી ગઇ છું કે તે મને પ્રેમ કરે છે પણ તે ઇન્સિક્યોર કે પઝેસીવ નથી. તે મને મારા જીવનના ખુલ્લા ગગનમાં હું મન મૂકીને વિહરી શકું તેવી રીતે જીવાડવા માંગે છે. તેમછતાંય મેં તેને હાલમાં લગ્ન માટે ના પાડી છે. મારા જીવનની ફેન્ટસી છે કે મારે ફોરેનર્સ સાથે સેક્સ કરવું છે. જોકે મારો નિયમ છે કે હું જ્યારે કોઇ એક યુવક સાથે જોડાઇ હોઉં તો તે સિવાય અન્ય કોઇ સાથે શારીરિક સંબંધ રાખતી નથી. જોઇએ ફેન્ટસી કઇ રીતે પૂરી થાય છે. આમ તો આલોકે મને કહ્યું છે કે તે મને તેમાં મદદ કરશે. હવે આટલો સર્પોટીવ વ્યક્તિ લાઇફમાં મળે તો તેને જવા થોડો દેવાય..(આલોકને કિસ કરીને હસવા લાગી)…. બસ આ મારી અને અમારી વાત છે.
મેં જાસ્મિનને પૂછ્યું કે, તને પુરુષોને ભોગવવામાં મજા આવે છે, તો તેણે સામે સવાલ પૂછ્યો કે શું સ્ત્રીઓ પુરુષોને ન ભોગવી શકે.? દરેક પુરુષને સુંદર સ્ત્રીને જોતા મનમાં વિચાર આવે છે કે ક્યારે તે તેની પથારીમાં આવી જાય. તેને પટાવવાના કાવાદાવા કરવા લાગે છે અને તેને ભોગવી લીધા પછી જાણે સોનાનો ગઢ જીત્યા જેટલો આનંદ મેળવી પાંચ જણાને જણાવે છે. આવા પુરુષો સ્ત્રીને નહીં તેમની મર્દાનગીનો મજાક ઊડાવતા હોય છે. તેમના ચરિત્રને છતું કરતા હોય છે. જો પુરુષો આ કરી શકે તો શા માટે કોઇ સ્ત્રી પુરુષોને ન ભોગવી શકે. સાચું કહું તો સ્ત્રીને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરનારા પુરુષો ખૂબ જ નહિવત્ છે. મને જે યુવકો સાથે સેક્સમાં મજા નહોતી આવતી કે આનંદ નહોતો મળતો તેને હું સ્પષ્ટ કહીને તેની સાથેના સંબંધમાંથી બહાર નીકળી ગઇ છું. મેધા તમને એક જ વાત કહું, જ્યારે કોઇ પુરુષ સ્ત્રીને એમ કહે છે કે તું તો સાવ ઠંડી છો, તો સ્ત્રી બિચારી પોતાની જાતને દોષ દઇને રડવા લાગે છે, પણ ક્યારેય કોઇ સ્ત્રી પુરુષને કહી શકે છે કે તમે મને સંતોષ આપી શકતા નથી. જો આવું કહે તો તેને સામે કેટકેટલુંય સાંભળવું પડે છે. હું આ જ માનસિકતાને સ્વીકારતી નથી. બીજીવાર જરૂર મળીશું અને સેક્સના વિષય પર તમારી સાથે જરૂર વાત કરીશ. આપણી ખૂબ જામશે…..આટલું કહીને જાસ્મિન અને આલોક બંને ઊભા થયા. સાથે હું પણ ઊભી થઇ. જાસ્મિન મારા માટે એક ખૂબ જ સુંદર ઇયરીંગ લઇને આવી હતી. તે મેં સ્વીકારી અને અમે છૂટા પડ્યા.
સમજવા જેવું
- Advertisement -
જાસ્મિનને મળીને લાગ્યું કે કામ અને કામસૂત્રને વધારે મહત્વ આપતી યુવતી છે. તેના કામની વચ્ચે કોઇ આવે તો તેનાથી તે દૂર થઇ જતી અને તેના કામવાસનાને કોઇ તૃપ્ત ન કરી શકે તો તેની સાથે સંબંધ તોડી નાખીને આગળ વધતી. આજના સમય પ્રમાણે ખૂબ જ બોલ્ડ અને બિન્દાસ યુવતી છે. એકરીતે તેના વિચારોને વધારે જાણવાની ઇચ્છા થાય પણ સાથે જ હજીપણ સમાજમાં આ વિચારોના વિરોધીઓ અનેક છે, તે સ્પષ્ટ છે. કોઇ પુરુષ અનેકને ભોગવે તો તે પુરુષની વાહ વાહ થાય અને કોઇ સ્ત્રી અનેકને ભોગવે તો તેના ચરિત્ર પર કુંડાળા રચાય તેવું છે. જોકે સ્વચ્છંદી યુવતીઓ પણ સમાજમાં છે. તેમાં કદાચ જાસ્મિનને ગણાવી શકાય. બાકી આજના સમાજમાં ફરતા વરૂઓ સામે રક્ષણ ફક્ત આવી યુવતી જ મેળવી શકે તે પણ એટલી જ સાચી વાત છે. જે ડરીને કે ચૂપ બેસીને રહેતી નથી તેવી યુવતીઓ જ સમાજ સામે લડી શકે છે. આવી યુવતીઓને પુરુષનો ડર નથી પણ હા સમાજ તેમને જરાવી નાખે તે સ્પષ્ટ છે. જોકે આ જાસ્મિનનું જીવન અને તેના પોતાના વિચારો છે. દરેક યુવતીએ તે અપનાવવા કે સ્વીકારવાની જરૂર નથી. નિડર બનવા માટેના અનેક રસ્તાઓ અન્ય પણ છે.