સ્પિનરોએ 5 વિકેટ લીધી, RRનાં બેટરો ફેઇલ: હવે આવતીકાલે હૈદરાબાદ અને કોલકતા વચ્ચે ફાઇનલ જંગ રમાશે
સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજી વખત IPL ફાઇનલમાં જગ્યા બનાવી છે. ટીમે શુક્રવારે ક્વોલિફાયર-2માં રાજસ્થાનને 36 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદ 6 વર્ષ બાદ આ લીગની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ 2018માં ફાઇનલમાં પહોંચી હતી. હૈદરાબાદ આ સિઝનની ફાઇનલમાં 26મી મેના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.
- Advertisement -
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 139 રન જ બનાવી શકી હતી. ટીમના સ્પિનરોએ 5 વિકેટ ઝડપી હતી જેમાં શાહબાઝ અહેમદની 3 અને અભિષેક શર્માની 2 વિકેટ સામેલ હતી. આરઆર તરફથી યશસ્વી જયસ્વાલે 42 અને ધ્રુવ જુરેલે 56 રન બનાવ્યા હતા.
SRH તરફથી હેનરિક ક્લાસને 50 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 34 અને રાહુલ ત્રિપાઠીએ 37 રન બનાવ્યા હતા. આરઆરના ટ્રેન્ટ બોલ્ટ અને અવેશ ખાને 3-3 વિકેટ લીધી હતી. સંદીપ શર્માને 2 વિકેટ મળી હતી.
ધ્રુવ જુરેલની 26 બોલમાં ફિફ્ટી
જુરેલે 19મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. તેણે 26 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં 56 રનની અણનમ ઇનિંગ રમી હતી.
- Advertisement -
ક્લાસનની સિઝનની ચોથી ફિફ્ટી, 33 બોલમાં અડધી સદી
હેનરિક ક્લાસને ઇનિંગ્સની 18મી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. તેણે 33 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ક્લાસને આ સિઝનમાં તેની ચોથી ફિફ્ટી પૂરી કરી છે.
પેટ કમિન્સે આ સિઝનમાં 17 વિકેટ લીધી
કેપ્ટન તરીકે IPL ની કોઈપણ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અનિલ કુંબલેની બરાબરી કરી લીધી છે. કુંબલેએ 2010માં RCBની કેપ્ટનશિપ દરમિયાન 17 વિકેટ લીધી હતી અને હવે કમિન્સે પણ કેપ્ટન તરીકે એટલી જ વિકેટ લીધી છે. IPL ની કોઈપણ સિઝનમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ કેપ્ટન શેન વોર્નના નામે છે જેણે 2008ની સિઝનમાં 19 વિકેટ લીધી હતી. જો કમિન્સ અંતિમ મેચમાં ત્રણ વિકેટ લેવામાં સફળ રહે છે, તો તે આ મામલે શેન વોર્નને પાછળ છોડી દેશે.
બોલ્ટે T-20માં પાવરપ્લેમાં 100 વિકેટ પૂરી કરી
બોલ્ટ પ્રથમ છ ઓવરમાં કોઈ પણ ટીમ માટે ખતરનાક સાબિત થાય છે અને હૈદરાબાદ વિરુદ્ધ તેની શાનદાર બોલિંગને કારણે તેણે ઝ-20માં પાવરપ્લેમાં 100 વિકેટ પૂરી કરી હતી. બોલ્ટ આ સિદ્ધિ મેળવનાર ત્રીજો બોલર છે. તેના પહેલા ડેવિડ વિલી (128 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (118 વિકેટ) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
રાજસ્થાનનાં બેટરો ન ચાલ્યા
યશસ્વીના આઉટ થયા બાદ રાજસ્થાનનો દાવ ખોરવાઈ ગયો અને જુરેલ સિવાય ટીમનો અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહીં. શાહબાઝના નેતૃત્વમાં હૈદરાબાદના બોલરોએ નિયમિત અંતરે રાજસ્થાનની વિકેટો ઝડપી હતી. રાજસ્થાનની બેટિંગ એટલી ખરાબ હતી કે ટીમના ચાર જ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. જોકે, જુરેલે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. જુરેલ 35 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 56 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
IPL પ્લેઓફમાં રાજસ્થાનની આ છઠ્ઠી હાર
IPL પ્લેઓફમાં સૌથી વધુ મેચો ગુમાવનાર રાજસ્થાન છઠ્ઠી ટીમ છે. પ્લેઓફમાં સૌથી વધુ મેચ હારવાનો અનિચ્છનીય રેકોર્ડ RCB ના નામે છે, જેણે 16 મેચમાં 10 મેચ હારી છે, જ્યારે બીજા સ્થાને CSK ની ટીમ છે જેણે 26 પ્લેઓફ મેચોમાં નવ મેચ ગુમાવી છે. બીજી તરફ હૈદરાબાદની ટીમ ત્રીજી વખત IPL ની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. હૈદરાબાદની ટીમ પ્રથમ વખત 2016માં ટાઈટલ મેચમાં પહોંચી હતી, તે સમયે ટીમે ટાઈટલ જીત્યું હતું.