અમેરિકાના દક્ષિણી મેદાનો અને ઓઝાર્ક્સ સહિત ચાર રાજ્યોમાં તોફાનથી સોમવાર બપોર સુધીમાં 21 લોકોના મોત થયા છે અને વાવાઝોડાને કારણે સેંકડો ઘરો બરબાદ થઈ ગયા છે.
અહેવાલો અનુસાર, અધિકારીનું કહેવું છે કે મેમોરિયલ હોલિડેમાં મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. અરકાનસાસમાં ઓછામાં ઓછા આઠ, ટેક્સાસમાં સાત, કેન્ટુકીમાં ચાર અને ઓક્લાહોમામાં બે મૃત્યુ થયા છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું કે સોમવારે સાંજે ન્યુ જર્સી, ન્યુયોર્ક અને પેન્સિલવેનિયાના ભાગોમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી હતી. વાવાઝોડાથી 30 મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા છે, કારણ કે વાવાઝોડું પૂર્વ કિનારા તરફ આગળ વધવાની શક્યતાઓ હતી.
- Advertisement -
‘ઘણા વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં સમય લાગશે’
કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે સોમવારે સવારે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. એક અપડેટમાં, નેશનલ વેધર સર્વિસે એટલાન્ટા વિસ્તાર અને જ્યોર્જિયાના અન્ય ભાગો અને કેટલાક પશ્ચિમી દક્ષિણ કેરોલિના કાઉન્ટીઓ માટે ઓછામાં ઓછા સોમવારે બપોર સુધી ભારે તોફાનની ચેતવણી જારી કરી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં ઘણા દિવસો લાગી શકે છે.
બેશિયરે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે આ અમારા લોકો માટે એક મુશ્કેલ રાત હતી. પછી તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વિનાશક વાવાઝોડાએ લગભગ સમગ્ર રાજ્યને અસર કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે તોફાનથી 100 સ્ટેટ હાઈવે અને રસ્તાઓને નુકસાન થયું છે.
- Advertisement -
ગવર્નર ગ્રેગ એબોટે રવિવારે મીડિયાને જણાવ્યું કે, ઓક્લાહોમા સરહદ નજીક ઉત્તરી ટેક્સાસમાં એક શક્તિશાળી વાવાઝોડામાં એક બે વર્ષનો અને એક પાંચ વર્ષનાં માસૂમના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થઈ ગયા. માહિતી અનુસાર, સોમવારે હવામાનને કારણે હજારો અમેરિકનોએ પાવર કટનો સામનો કરવો પડ્યો હતો. એકલા કેન્ટુકીમાં 180,000 થી વધુ પાવર આઉટેજ હતા.