શ્રી જામલમા અનાવડીયા વિકાસ ટ્રસ્ટ શીકરાના કાર્યક્રમમાં હિંદુ સભ્યતા અને સંસ્કાર નેવે મૂકાયા
સ્ટેજ પર મહિલાઓએ પૈસા વરસાવ્યા અને ગાયકે ભાન ભૂલી દારૂનું ગીત ગાયું!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં વિવિધ કાર્યક્રમ દરમિયાન સંસ્કૃતિની ઘોર ખોદાઈ રહી છે. આ ઉપરાંત ધાર્મિક આસ્થાને પણ ઠેંસ પહોંચી રહ્યું છે. સરળતાથી સ્ટેજ પર ચઢી ગયેલા કલાકારો ભાન ભૂલી જઈ બકવાસ કરવા લાગ્યા છે અને પછી માફી માગતા ફરે છે. હાલમાં જ શ્રી જામલમા અનાવડીયા વિકાસ ટ્રસ્ટ શીકરા દ્વારા આયોજીત એક ધાર્મિક કાર્યક્રમમાં હિંદુ સભ્યતા અને સંસ્કાર નેવે મૂકાયા હોય તેવા દ્રશ્ર્યો સામે આવ્યા છે. આ કાર્યક્રમમાં ગાયક મયુર દવેએ સ્ટેજ પરથી ઊર્દૂ ગઝલ લલકારી હોય તેવો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. માતાજીના કાર્યક્રમમાં થોડી સી જો પી લી હૈ… ઉર્દૂ ગઝલ લલકારતા ગાયક મયુર દવે પર ચોમેરથી ફટકાર વરસી રહી છે.
આશ્ર્ચર્યજનક વાત એ છે કે, સ્ટેજ પરથી શું ગાવું અને શું ન ગાવુંની ભાન ભૂલેલા મયુર દવેએ જ્યારે દારૂ પર ગીત ગાયું ત્યારે સ્ટેજ પર ઉપસ્થિત મહિલાએ પૈસા વરસાવ્યા હતા. આ આખાય કાર્યક્રમના અલગઅલગ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શ્રી જામલમા અનાવડીયા વિકાસ ટ્રસ્ટ શીકરા દ્વારા આયોજીત કાર્યક્રમમાં ક્યાં પ્રકારે સનાતન અને સંસ્કૃતિને ઠેંસ પહોંચે તેવા કૃત્યો આચરવામાં આવ્યા છે. અત્યારે તો સમગ્ર ઘટનાક્રમ અંગે ચોમેરથી ગાયક મયુર દવે અને કાર્યક્રમના આયોજકો પર ફિટકાર વરસી રહી છે પરંતુ હવે પછી સનાતનીઓની આસ્થા ન દુભાઈ અને સભ્યતા જળવાઈ રહે તે માટે કાર્યક્રમના આયોજકો અને ગાયકોએ સ્ટેજ પર પ્રસંગને અનુરૂપ વાણી-વર્તન રાખવા અનિવાર્ય બની જાય છે.