ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત કાર્યક્રમ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટની આગેવાનીમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનના દિવસ અંતર્ગત સમગ્ર રાજ્યમાં યુવા મોરચાના માધ્યમથી રક્તદાન કેમ્પો શરૂ છે ત્યારે તે પૈકી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો રાજકોટ શહેર વોર્ડ નં. 11 અને મારુતિનંદન મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.
- Advertisement -
રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશ માટે થતી હોય છે ત્યારે રાજકોટ શહેર વોર્ડ નંબર 11 તથા મારુતિનંદન મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થશે ત્યારે આગામી તા. 29-6-2022 ને બુધવારે સવારે 7-00 કલાકથી બપોરે 4-00 વાગ્યા સુધી સોરઠીયા પરિવારની વાડી, મવડી બાયપાસ રોડ, રાજકોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં દીપ પ્રાગટ્ય સવારે 10 વાગ્યે પૂ. સદ્ગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વામિનારાયણ મંદિર, સરધાર)ના હસ્તે કરાશે. આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડો. ભરત બોઘરા (ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી), અરવિંદ રૈયાણી, મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, પ્રદિપ ડવ (રાજકોટ મેયર), નીતિનભાઈ ભારદ્વાજ, રાજુ ભાર્ગવ (પોલીસ કમિશનર, રાજકોટ), ધારાસભ્ય- જેતપુર જયેશ રાદડિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર, જયેશ બોઘરા (ચેરમેન રાજકોટ માર્કેટીંગ યાર્ડ), કમલેશ મિરાણી તેમજ મારુતિનંદન મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને મવડી ગામના તમામ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના આગેવાનો રક્તદાન કેમ્પ ભવ્ય રીતે ઉજવાય એ માટેની જહેમત ઉઠાવી રહ્યા છે. સાથે આ રક્તદાન કેમ્પમાં નાથાણી બ્લડ બેન્ક, જીવનદીપ બ્લડ બેન્ક, ફિલ્ડમાર્શલ બ્લડ બેન્ક અને રેડક્રોસ બ્લડ બેન્ક પોતાની સેવાઓ આપશે.