ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસીયા માર્ગદર્શન હેઠળ અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમના સ્થળે મતદાન અંગે મહિલાઓને જાગૃત્ત કરવા સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેલ્ફી સ્ટેન્ડ પણ ઉભું કરવામાં આવ્યું હતું, જ્યાં ઉત્સાહભેર બહેનોએ પોતાનો ફોટો ક્લિક કર્યો હતો.
નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહિલાઓનું મહત્તમ મતદાન થાય તે માટે સ્વી5 એક્ટિવિટી અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન માટે સેલ્ફી સ્ટેન્ડ સહિત મહિલા જાગૃત્તિ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહીને વીવીપેટ સહિતની વિગતો મેળવી હતી.તેમજ ઇ.વી.એમ.મશીનથી મતદાન કરવા માટેની પ્રાથમિક સમજૂતી તેમજ ઇ.વી.એમ.થી મતદાન કરવા અંગેની પ્રત્યક્ષ તાલીમ અને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જયારે બહેનોએ માનવ સાંકળ રચી જાગૃત્તિ સંદેશો રજૂ કર્યો હતો.મેંદરડા લેઉવા પટેલ સમાજ ખાતે માણાવદર, મેંદરડા અને વંથલી સહીત ગામોની બેહનો ઉપસ્થિત રહી અચૂક મતદાન કરવા શપથ ગ્રહણ કર્યા હતા.