સાત દિવસમાં નવનાત સમાજના લાખો લોકોએ ગરબા માણ્યાય: રોજે રોજ વિજેતાઓને લાખેણા ઈનામો અપાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રી હવે તેના અંતિમ તબક્કામાં છે અને ખેલૈયાઓનો ઉત્સસાહ ચરમસીમાએ પહોંચ્યો છે. નવરાત્રીની શરૂઆતથી જ નંબર-વનનું બિરુદ મેળવી લેનાર વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન આયોજિત સોનમ નવનાત ગરબામાં આ વખતે રેકોર્ડબ્રેક મુલાકાતીઓ આવ્યા છે અને હજુ આવનારા 2 દિવસમાં પણ ખુબ જ ભીડ રહેવાની સંભાવના છે. આ રાસોત્સવની અનેક વિશેષતા છે અને એટલે જ નવનાત સમાજના લાખ્ખો લોકોએ આ રાસોત્સવની મુલાકાત લીધી છે. અહી સુંદર બેઠક વ્યવસ્થા છે, ટાઈટ સિક્યોરિટી છે અને સંપૂર્ણ ભક્તિમય વાતાવરણ છે. સંપૂર્ણ પારિવારિક માહોલમાં આ રાસોત્સવ યોજવા બદલ આયોજકોને અભિનંદન પણ મળ્યા છે. અહીં રોજેરોજ શહેરના મહાનુભાવો હાજરી આપી હતી અને તેમના હસ્તે વિજેતા ખેલૈયાઓને લાખેણા ઇનામ આપવામાં આવે છે. આ ગરબાને સફળ બનાવવા માટે વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં ચેરમેન સી.એમ.શેઠ , ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, કેતન દોશી અખિલ શાહ નીલ મેહતા, તુષાર પતિરા યોગેન દોશી, હેમલ મહેતા, નીરવ મહેતા,વિપુલ મહેતા પ્રતીક શાહ, સુરેશ અજમેરા, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા,પરેશ દફ્તરી, ધ્રુમિલ પારેખ, સુનિલ કોઠારી, દીપક કોઠારી નરેશ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ,આશિષ શાહ, ડો. હાર્દિક શાહ, નિલેશ તુરખીયા,વિશ્વાસ મહેતા, યોગેશ શાહ ,અમિત કોરડીયા, નિર્મલ શાહ,ધવલ મહેતા,જય મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, કપિલ દેસાઈ,પરાગ મહેતા, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.