જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની 5544 બોટલ સાથે ટ્રક ડ્રાઈવર ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
- Advertisement -
જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાજડીયાની સૂચના અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ઘોંસ બોલાવી છે.
ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ. કૃપાલ એમ. પટેલ અને તેમની ટીમે પોરબંદર-માંગરોળ હાઇવે પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ હકીકતના આધારે, ટીમે પોરબંદર-માંગરોળ હાઇવે રોડ પર વરામ બાગ સામે ઊભેલી એક અશોક લેલન્ડ ટ્રક યુપી 42 ડીટી 3189 પર દરોડો પાડ્યો હતો.આ ટ્રકમાંથી બહારના રાજ્યમાંથી લાવવામાં આવેલો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મુદ્દામાલ જથ્થો કિંમત વિદેશી દારૂની કુલ બોટલ 5544 દારૂની કિંમત રૂ. 48,90,000 ટ્રક રૂ. 20,00,000 મોબાઇલ ફોન રૂ. 10,000 કુલ જપ્ત મુદ્દામાલ રૂપિયા 69,00,000 સાથે પકડાયેલ આરોપી અફઝલઅલી સફાતઅલી ચાંદમહમદ માંસુરી રહે. અસનાહરા ગામ, જિ. સિદ્ધાર્થનગર, ઉત્તરપ્રદેશ ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ કબજે કરીને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો. ઇન્સ. કે. એમ. પટેલ, પો.સબ ઇન્સ. ડી.કે. સરવૈયા, એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, સમરથભાઇ સોલાંકી, નિકુલ પટેલ, જગદીશભાઇ ગરચર, તેમજ પો. હેડ કોન્સ. પૃથ્વીરાજ વાળા, જાદવભાઇ સુવા, જીતેષ મારુ વગેરે પોલીસ સ્ટાફ જોડાયો હતો.



