લક્ષદ્વિપ ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે ભારતના દક્ષિણ-પશ્ચિમમાં હિંદ મહાસાગરના લક્ષદ્વીપ સમુદ્રમાં આવેલો છે
– મલયાલમ અને સંસ્કૃતમાં લક્ષદ્વિપ એટલે એક લાખ ટાપુ
– કેરળના કોચીથી લક્ષદ્વીપ લગભગ 440 કિલોમીટર દૂર છે.
– લક્ષદ્વિપ 36 નાના ટાપુઓનો સમૂહ છે.
– લક્ષદ્વિપની કુલ વસ્તી આશરે 64 હજાર છે, જ્યારે તેનું ક્ષેત્રફળ લગભગ 32 ચોરસ કિલોમીટર છે.
– ભાષા – મલયાલમ અને અંગ્રેજી
– મહત્વના ટાપુઓ- કાવારત્તી, અગાત્તી, અમિની, કદમત, કિલાતન, ચેટલાત, બિત્રા, આન્દોહ, કલ્પની અને મિનીકોય
– પ્રશાસન અનુસાર લક્ષદ્વિપમાં 13 બેંક, 13 ગેસ્ટ હાઉસ અને 10 હોસ્પિટલ છે.
- Advertisement -
પરમિટ સૌથી મહત્વપૂર્ણ છે
– લક્ષદ્વિપ જવા માટે ભારતના કોઈપણ ભાગથી કોચી, કેરળ માટે ફ્લાઇટ અથવા ટ્રેન ઉપલબ્ધ છે.
– કોચી પહોંચીને લક્ષદ્વિપની મુલાકાત લેવા માટે સૌપ્રથમ પરમિટ લેવી પડે છે.
– ભારતમાં કેટલીક એવી સંવેદનશીલ અથવા સુરક્ષિત જગ્યાઓ છે, જ્યાં જતા પહેલાં પ્રશાસનની પરવાનગી લેવી પડે છે. લક્ષદ્વિપ પણ આવીજ એક જગ્યા છે.
– લક્ષદ્વિપપ્રશાસનની ઓફિસ કોચીના વિલિંગ્ટન આઇલેન્ડ વિસ્તારમાં આવેલી છે, ત્યાં જઈને પરમિટ માટે અરજી કરી શકાય છે. જોકે, પરમિટ માટે ઑનલાઇન અરજી કરી શકાય છે. ઓનલાઈન અરજી આ લિંક ઉપરથી કરી શકાય છે.
– અરજી કરતી વખતે મુસાફરીની તારીખ, કયા ટાપુ ઉપર જવું છે તેની માહિતી તેમજ દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે. આ તમામ બાબતો મુસાફરીના 15 દિવસ પહેલા કરી લેવામાં આવે તો સારું રહેશે.
– પરમિટ 30 દિવસ માટેની હોય છે અને તેની ફી 300 રૂપિયા છે. તે સિવાય એરપોર્ટ પર ગ્રીન ટેક્સ તરીકે 300 રૂપિયા પણ ચૂકવવા પડશે.
– લક્ષદ્વિપ એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પરથી પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.
– સૌપ્રથમ અરજી ભરી તેને કલેક્ટર કચેરીમાં જમા કરાવવાની હોય છે. જોકે, તેમાં સમય
લાગી શકે છે, તેથી અગાઉથી આયોજન કરવું વધુ સારું રહેશે.
– પ્રવાસીએ તેનું આઈડી પ્રૂફ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પરમિટ પોતાની સાથે રાખવાની હોય છે. પ્રવાસીએ આ પરમિટ લક્ષદ્વિપના પોલીસ સ્ટેશન અથવા એડમિનિસ્ટ્રેશન ઓફિસમાં જમા કરાવવાની હોય છે.
– જો પ્રવાસી સ્કુબા ડાઇવિંગ અથવા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરવા માંગતો હોય તો તે માટે કેટલીક વધારાની પરવાનગી મેળવવી પડે છે.
કોચીથી લક્ષદ્વિપ કેવી રીતે પહોંચવું ?
- Advertisement -
– કોચીથી લક્ષદ્વિપ કેવી રીતે પહોંચવું ?
– આખા ભારતમાંથી હવાઈ અને જળ માર્ગે એમ બે રીતે લક્ષદ્વિપ પહોંચી શકાય છે. લક્ષદ્વિપ જવા માટે કેરળના કોચી તો આવવું જ પડે છે. કેમકે, કોચી સિવાય ક્યાંયથી લક્ષદ્વિપની સીધી ફ્લાઈટ નથી.
– કોચી પહોંચ્યા પછી લક્ષદ્વિપ જવા માટે અગાત્તીની ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. જે દોઢ કલાકમાં અગાત્તી પહોંચાડે છે. અગાત્તીમાં માત્ર એકજ એરસ્ટ્રીપ છે.
– દિલ્હીથી કોચીની ફ્લાઈટ ટિકિટની કિંમત લગભગ 7,000 રૂપિયા છે અને કોચીથી અગાત્તીની ફ્લાઈટ ટિકિટની કિંમત 5500 રૂપિયા છે.
– ફ્લાઈટ સિવાય જળમાર્ગે શિપ દ્વારા પણ કોચીથી લક્ષદ્વિપ જઈ શકાય છે. લક્ષદ્વિપ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી મે સુધી અગાત્તીથી કાવારત્તી અને કદમત્ત સુધી બોટ ઉપલબ્ધ છે. ચોમાસા દરમિયાન અગાત્તીથી કાવારત્તી સુધી હેલિકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ છે.
– દરિયાઈ માર્ગે લક્ષદ્વિપ જવું હોય તો કોચીથી સાત પેસેન્જર જહાજો નીકળે છે.
તેઓના નામ છે
ખટ કાવરત્તી
ખટ અરેબિયન સી
ખઙ લક્ષદ્વીપ સી
ખટ લગૂન
ખટ કોરલ્સ
ખટ. અમીનદિવી
ખટ મિનીકોય
આ પેસેન્જર જહાજો 14 થી 18 કલાક લે છે, પરંતુ તમે કયા ટાપુ પર જઈ રહ્યા છો તેના પર પણ મુસાફરીનો સમય નિર્ભર કરે છે, આ જહાજોમાં મુસાફરી માટે એસી ફર્સ્ટ ક્લાસ, સેક્ધડ ક્લાસ, બેક-બંક ક્લાસ જેવા ઘણાં વર્ગ છે, જહાજમાં એક ડોક્ટર પણ ઉપલબ્ધ રહે છે
– લક્ષદ્વિપ એડમિનિસ્ટ્રેશન અનુસાર, ખટ અળશક્ષમશદશ, ખટ ખશક્ષશભજ્ઞુની સીટો વધુ આરામદાયક છે અને તે તમને રાતોરાત કોચીથી લક્ષદ્વિપ લઈ જઈ શકે છે.
– સિઝન દરમિયાન, સ્પીડ બોટ પણ એક ટાપુથી બીજા ટાપુ સુધી દોડે છે.
– કાવારત્તી ટાપુ, લાઈટહાઉસ, જેટી સાઈડ, મસ્જિદ, અગાત્તી, કદમત, બંગારામ અને થીન્નાકારા – લક્ષદ્વિપમાં ફરવા માટે સૌથી લોકપ્રિય જગ્યાઓ છે.
– માલદીવની જેમ લક્ષદ્વિપમાં પણ સફેદ રેતીના દરિયાકિનારા છે. અહીં જવાનો શ્રેષ્ઠ સમય મેથી સપ્ટેમ્બર વચ્ચેનો છે. અહીં તાપમાન 22 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે અહીં પ્રવાસીઓની ભારે ભીડ હોય છે. લક્ષદ્વિપમાં આરામથી ફરવું હોય તો છ-સાત દિવસ પૂરતા છે.
લક્ષદ્વિપમાં ખાવા-પીવામાં શું સારું છે ?
– જો તમે શાકાહારી છો તો તમને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ તમારે નારિયેળનું દૂધ, કેળાની ચિપ્સ, જેકફ્રૂટની કેટલીક વાનગીઓ ટ્રાય કરવી જોઈએ.
– પરંતુ જો તમે માંસાહારી છો તો લક્ષદ્વિપમાં કાવરત્તી બિરયાની, તના કરી, મસલ પિકલ, લોબસ્ટર મસાલા અને સ્ક્રોડ ફ્રાય તેમજ સી ફૂડ પણ ચાખી શકો છો.
F ટુર પેકેજ
– જો તમે કોચીથી જહાજ દ્વારા લક્ષદ્વિપનો આનંદ માણવા માંગતા હો, તો ઘણી ખાનગી કંપનીઓ ટૂર પેકેજ આપે છે. બે દિવસથી પાંચ દિવસના પેકેજમાં ઘણા ટાપુઓની મુલાકાત લેવામાં આવે છે અને આ પેકેજની કિંમત 15 હજારથી 60 હજાર રૂપિયા સુધીની હોય છે.
– બાંગારામમાં લગભગ 18 હજાર રૂપિયામાં એક કુટીર મળી શકે છે, કદમતમાં 3 થી 8 હજાર રૂપિયામાં રૂમ મેળવી શકો છો, જ્યારે અગાત્તીમાં 1500 થી 3000 રૂપિયામાં રૂમની વ્યવસ્થા કરી શકાય છે.
– કાવારત્તી આઇલેન્ડમાં 11,000 રૂપિયામાં રિસોર્ટ મળી શકે છે.
– લક્ષદ્વિપમાં 20 મિનિટનું સ્કૂબા ડાઈવિંગ 3000 રૂપિયામાં અને 40 મિનિટનું સ્કૂબા ડાઈવિંગ લગભગ 5000 રૂપિયામાં કરી શકાય છે.
– સ્નોર્કલિંગનું પેકેજ એક હજાર રૂપિયાથી શરૂ થાય છે.
– એક ટાપુ પર જવા માટે એક વ્યક્તિદીઠ સરેરાશ દોઢથી બે હજાર રૂપિયા ખર્ચ થાય છે.
– જો તમે એક ટાપુથી બીજા ટાપુ પર જહાજમાં જઈ રહ્યા હોવ તો લગભગ ચારથી આઠ હજાર રૂપિયા ખર્ચ થઈ શકે છે.