સાઉથ ઇન્ડિયન ફિલ્મોના લોકપ્રિય કલાકારો વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. આ કપલે 26 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી વૈભવી 5 સ્ટાર પ્રોપર્ટી ‘ITC Mementos’ ખાતે અત્યંત ઠાઠમાઠ સાથે લગ્ન કર્યા હતા. આ રોયલ વેડિંગના ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. લગ્ન બાદ 4 માર્ચે હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સિતારાઓએ હાજરી આપી હતી.
લગ્નનો ખર્ચ અને સોનાના આભૂષણો
- Advertisement -
રિપોર્ટ્સ અનુસાર, આ કપલે પોતાના લગ્નને શાહી લુક આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ લગ્નનું બજેટ 12થી 20 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું મનાય છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ કપલે લગ્નમાં અંદાજે 3 કિલો સોનાના દાગીના પહેર્યા હતા, જેમાં રશ્મિકાએ 2 કિલો અને વિજયે 1 કિલો સોનાની જ્વેલરી પહેરી હતી. આ લગ્નને સાઉથ સિનેમાના અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્નોમાંના એક ગણવામાં આવી રહ્યા છે.
60 કરોડની મોટી ઓફર ફગાવી
- Advertisement -
વિજય અને રશ્મિકાએ પોતાના લગ્નના ડિજિટલ રાઈટ્સ(Streaming Rights) ઓટીટી પ્લેટફોર્મ પર વેચવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અહેવાલો મુજબ, તેમને લગ્નના ફૂટેજ માટે 60 કરોડ રૂપિયાની માતબર રકમ ઓફર કરવામાં આવી હતી, પરંતુ પ્રાઈવસી માટે તેમણે આ મોટી રકમ ઠુકરાવી દીધી હતી. જોકે, ખર્ચ અંગે કપલ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
સાઉથના અન્ય મોંઘા લગ્નો
ઉલ્લેખનીય છે કે, વિજય-રશ્મિકા પહેલા પણ સાઉથના અનેક કલાકારોએ કરોડોના ખર્ચે લગ્ન કર્યા છે. જેમાં જુનિયર એનટીઆર, અલ્લુ અર્જુન, રામ ચરણ, વરુણ તેજ અને નયનતારાના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. આ અગાઉ નાગા ચૈતન્ય અને સામંથાના ગોવા ખાતે થયેલા લગ્નને પણ સૌથી મોંઘા વેડિંગ માનવામાં આવ્યા હતા, જોકે તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહોતો.




