એડનની ખાડીમાં એક વેપારી જહાજ પર હુથીના મિસાઇલ હુમલામાં ત્રણ ખલાસીઓ માર્યા ગયા હતા. જયારે આ હુમલામાં 4 બીજા લોકો ઘાયલ થયા હતા. આંતરરાષ્ટ્રીય મીડિયો રિપોર્ટમાં બ્રિટન અને અમેરિકાના અધિકારીઓના હવાલે આ જાણકારી આપી છે. ગાઝા પર ઇઝરાયલના આક્રમણ પછી આ પહેલીવાર બન્યુ કે, જયારે દુનિયાના સૌથી વ્યસ્ત સમુદ્રી રસ્તાઓમાંથી એક પર વેપારી જહાજ પર હુમલામાં કોઇ જાનહાની થઇ હોય. હૂતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી લીધી છે.
લાઇબેરિયાના જહાજ પર હુમલો થયો
અમેરિકાની સેનાના કેન્દ્રિય કમાન્ડએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું કે, હૂતી આતંકવાદીઓની તરફથી લગભગ 11 વાગ્યે એક એન્ટી શિપ બૈલેસ્ટિક મિસાઇલ બારબાડોસના ઝંડા અને લાઇબેરિયાના જહાજ પર એટેક કરવામાં આવ્યો. મિસાઇલ જહાજ પર પડતાં તેના બહુરાષ્ટ્રીય ચાલક દળના નેતા સહિત ત્રણ લોકોની મૃત્યુ થઇ ગઇ. જેમાં ઓછામાં ઓછા 4 લોકો ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. જેમાં ત્રણની સ્થિતિ ગંભીર છે. જહાજને નુકસાન થયું છે. સેંટકોમનું કહેવું છે કે, ચાલક દળના નેતા જહાજને છોડી દીધું અને સહયોગી યુદ્ધજહાજે જવાબ આપ્યો કે, તેઓ સ્થિતિની ચકાસણી કરી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં હૂતીઓ દ્વારા હુમલો કરવામાં આવેલી આ બીજી એન્ટિ શીપ બૈલેસ્ટિક મિસાઇલ છે.
- Advertisement -
#WATCH | Indian Navy warship deployed for Maritime Security Operations swiftly responded to a Maritime Incident in the Gulf of Aden on 6th March,
Barbados Flagged Bulk Carrier MV True Confidence was reportedly hit by a drone/ missile, approx 55 nm southwest of Aden resulting in… pic.twitter.com/siH9MYqKGH
— ANI (@ANI) March 7, 2024
- Advertisement -
આપણે હૂતી વિદ્રોહીઓને રોકવા વડશે- બ્રિટને કહ્યું
જેની વચ્ચે, બ્રિટનના દૂતાવાસે પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ લખી કે, ત્રણ નિર્દોષ ખલાસીઓની મૃત્યુ થઇ ગઇ છે. આ હૂતીઓની તરફથી છોડવામાં આવેલી મિસાઇલનું પરિણામ છે. તેમને રોકવા જોઇએ. બ્રિટને કહ્યું કે, મૃતકો અને ઘાયલોના પરિવારજનો માટે અમારી સંવેદના છે. હૂતીઓના હુમલાથી ક્ષેત્રમાં તણાવમાં વધારો થયો છે. ઇરાન સમર્થિત સંગઠન છેલ્લા 7 નવેમ્બરથી વાણિજયક અને નેવી સેનાને નિશાન બનાવી રહ્યા છે. હૂતીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે, ગાઝામાં પેલિસ્ટીનીઓની સાથે એકજૂટતા દેખાડવા માટે ફક્ત ઇઝરાયલથી જોડાયેલા જહાજોને નિશાન બનાવ્યા. પરંતુ પછી તેમણે પોતાના લક્ષ્યોમાં બ્રિટન અને અમેરિકાના જહાજોને સામેલ કરી લીધા. છેલ્લા દિવસોમાં અમેરિકાએ બ્રિટનની સાથે મળીને યમનમાં હૂતી વિદ્રોહીઓની જગ્યા પર હવાઇ હુમલા કર્યા હતા. જો કે, તેના કારણે હૂતી વિદ્રોહી આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટથી પસાર થનાર વ્યાપારિક જહાજોને નિશાન બનાવવાથી બાજ આવ્યા નથી. હવે હૂતી વિદ્રોહીઓના હુમલામાં ખલાસીઓના મૃત્યુથી ક્ષેત્રમાં તણાવમાં વધારો થવાથી આશંકા વધી ગઇ છે.