હૂતી વિદ્રોહીઓ દ્વારા હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ ‘ગેલેક્સી લીડર’ તુર્કીથી ભારત જઈ રહ્યું હતું ત્યારે રવિવારે તેનું હાઈજેક કરવામાં આવ્યું હતું, હવે તેના હાઇજેકનો એક વિડીયો સામે આવ્યો છે.
યમનના હૂતી વિદ્રોહીઓ દ્વારા હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ ‘ગેલેક્સી લીડર’નો એક કથિત વીડિયો સામે આવ્યો છે. જણાવી દઈએ કે હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલના જહાજોને નિશાન બનાવવાનું વચન આપનારા વિદ્રોહીઓ એ વાત પર જોર આપી રહ્યા છે કે જહાજ ઈઝરાયલનું હોવું જોઈએ જેનું પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે તેના જહાજ પર ઈઝરાયલનો કોઈ નાગરિક પણ નથી.
- Advertisement -
Geeking on the #Houthi #GalaxyLeader raid, I see the Mi-171Sh, the latest #Russian helicopter in #Yemen. This exported variation of the Mi-8 had two UB-32 pods for launching s-5 rockets. The attackers wore cameras on their backs, potentially 360-degree, and head-mounted cameras. pic.twitter.com/jlRqxxxDqM
— Basha باشا (@BashaReport) November 21, 2023
- Advertisement -
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જહાજ તુર્કીથી ભારત જઈ રહ્યું હતું ત્યારે રવિવારે તેનું હાઈજેક કરવામાં આવ્યું હતું. એવામાં હવે હાઈજેકની બે મિનિટની ક્લિપમાં બતાવવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હૂતી વિદ્રોહીઓ હેલિકોપ્ટરમાં આવ્યા હતા જે જહાજના ડેક પર ઉતર્યા હતા, જ્યાં કોઈ નહોતું. પછી સૂત્રોચ્ચાર અને ગોળીબાર કરતા, તેઓ વ્હીલહાઉસ અને કંટ્રોલ સેન્ટરને કબજે કરીને ડેકની આજુબાજુ દોડે છે.
વીડિયોમાં જોવા મળે છે કે ક્રૂ મેમ્બર્સમાંથી કેટલાક આશ્ચર્યમાં હાથ ઉંચા કરતા જોવા મળે છે. અન્ય વિદ્રોહીઓ જહાજ પર ગોળીબાર કરીને ભાગી જતા જોઈ શકાય છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જહાજને હોદેઇદા પ્રાંતના સલીફના યમન બંદરે પરત મોકલવામાં આવ્યું છે.
હૂતી ના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ-સલામએ રવિવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાઇજેકિંગ ‘માત્ર શરૂઆત’ હતી અને જ્યાં સુધી ઇઝરાયલ ગાઝા અભિયાનને અટકાવે નહીં ત્યાં સુધી વધુ દરિયાઇ હુમલા ચાલુ રહેશે.
NEW: Yemen's Houthi rebels have taken over an 'Israeli-linked' cargo ship in international waters taking 25 crew members hostage
The Houthi rebels, who are backed by Iran, say they will continue to target Israeli linked ships until the Israel-Gaza conflict is over
One problem:… pic.twitter.com/JCbQ6oS46f
— Collin Rugg (@CollinRugg) November 20, 2023
એવું માનવામાં આવે છે કે આ જહાજમાં વિવિધ દેશોના લગભગ 25 ક્રૂ મેમ્બર હતા. તેની માલિકી એક બ્રિટિશ કંપનીની છે, જે ઈઝરાયલના ટાયકૂન અબ્રાહમ ‘રામી’ ઉંગર સાથે જોડાયેલી છે. હાઇજેક સમયે જહાજ જાપાનની એક કંપનીને લીઝ પર આપવામાં આવ્યું હતું.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય તરફથી X પરની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય જહાજ પર ઇરાની હુમલાની સખત નિંદા કરે છે.’ અન્ય પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ ઈરાની આતંકવાદનું બીજું કૃત્ય છે અને વૈશ્વિક શિપિંગ લેનની સુરક્ષાને લગતા આંતરરાષ્ટ્રીય પરિણામો સાથે મુક્ત વિશ્વના નાગરિકો સામે ઈરાની આક્રમણમાં એક છલાંગ છે છે.’ જો કે બીજી તરફ ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા છે.