ફાગણ મહિનામાં ખુશી, ઉમંગ અને રંગોનો તહેવાર હોળી મનાવવામાં આવે છે. હોળીકા દહન પહેલા 8 દિવસના હોળાષ્ટક હોય છે, જેને અમુક કામ માટે અશુભ માનવામાં આવે છે.
વર્ષ 2023માં 7 માર્ચે હોળીકા દહન કરાશે
- Advertisement -
હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવારમાંથી એક છે. નવુ વર્ષ શરૂ થયા બાદ ફાગણ મહિનામાં આવતા આ તહેવારની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. આ સાથે આ પર્વ દિલથી બુરાઈને ખત્મ કરીને ફરીથી ગળે મળવા અને ખુશી મનાવવાનુ પર્વ છે. વર્ષ 2023માં 7 માર્ચે હોળીકા દહન કરવામાં આવશે. તો રંગવાળી હોળી 8 માર્ચે રમાશે.
હોળીકા દહન 2023નુ શુભ મુહૂર્ત
હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે ફાગણ મહિનાની પૂનમે 6 માર્ચ 2023ની રાત્રે 04:17 કલાકથી પ્રારંભ થઇને 7 માર્ચ 2023ની સાંજે 06:09 વાગ્યા સુધી રહેશે. તો હોળીકા દહન 7 માર્ચ 2023ના રોજ કરવામાં આવશે અને રંગોવાળી હોળી બીજા દિવસે 8 માર્ચે રમવામાં આવશે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ મનાવવામાં આવે છે.
- Advertisement -
હોળાષ્ટકમાં ના કરો આ કામ
હોળીકા દહન પહેલા 8 દિવસના હોળાષ્ટક હોય છે. હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમથી લઇને ફાગણ પૂર્ણિમાની રાત્રે હોળીકા દહન થાય ત્યાં સુધી રહે છે. જ્યોતિષ મુજબ આ 8 દિવસના હોળાષ્ટકમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરૂ, બુધ, મંગળ અને રાહુ ગ્રહ ઉગ્ર રહે છે. આ ઉગ્ર ગ્રહોની નકારાત્મક અસર માંગલિક કામો પર પડે છે તેથી હોળાષ્ટક દરમ્યાન શુભ કામ કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ કે હોળાષ્ટકમાં કયા કામ ના કરવા જોઈએ.
-હોળાષ્ટકમાં લગ્ન, મુંડન, નામકરણ, સગાઈ સહિત બધા શુભ કામ ના કરવા જોઈએ.
-ફાગણ શુક્લ આઠમથી લઇને પૂનમ દરમ્યાન હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અને ઘરનુ નિર્માણ શરૂ ના કરવુ જોઈએ.
-હોળાષ્ટક દરમ્યાન નવુ ઘર, કાર, જમીન વગેરે પણ ના ખરીદવુ જોઈએ અને બુકિંગ પણ ના કરવુ જોઈએ.
-હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ના કરવા જોઈએ. જો કે, ભગવાનનુ ભજન-કીર્તન કરવુ ઘણુ શુભ હોય છે.