પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી રમતો ક્રોસવર્ડ પઝલ અને સુડોકુ
ભવ્ય રાવલ
ક્રોસવર્ડ પઝલ : ક્રોસવર્ડ પઝલ કે આડી ચાવી ઉભી ચાવીની શરૂઆત 20મી સદીમાં થઈ. 21 ડિસેમ્બર, 1913માં ઇંગ્લેન્ડના લિવરપૂલના એક પત્રકાર આર્થર વૈનને મોર્ડન ક્રોસવર્ડ પઝલના સંશોધક માનવામાં આવે છે. પસલ મૂળ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે કોઈને ગૂંચવણમાં મૂકવું. આ શબ્દ અપભ્રંશ થઈને 19મી સદીમાં પઝલ તરીકે ઓળખાયો. જેનું નામ પાછળથી ક્રોસવર્ડ કરી નાખવામાં આવ્યું. એ સમયે પઝલ વર્ડક્રોસના નામે છપાતી. ટાઈપ સેટરે ઉતાવળમાં વર્ડક્રોસના સ્થાને ક્રોસવર્ડ નામ આપી દીધું. અને આમ તેનું નામ ક્રોસવર્ડ પડી ગયું. આ પહેલી એવી પઝલ હતી કે જે આજની મોડર્ન ક્રોસવર્ડ પઝલને સૌથી વધુ મળતી આવે છે અને ન્યૂયોર્ક વર્લ્ડ એવું પહેલું અખબાર હતું જેણે સૌથી પહેલા ક્રોસવર્ડ પઝલ્સને ડેઈલી છાપવાની શરૂઆત કરી હતી. 21 ડિસેમ્બર, 1913ના સન્ડે ન્યૂયોર્ક વર્લ્ડ અખબારમાં વિશ્વનું સૌપ્રથમ ક્રોસવર્ડ પ્રકાશિત થયું હતું. 21 ડિસેમ્બરનો દિવસ નેશનલ ક્રોસવર્ડ પઝલ ડે તરીકે ઉજવવામાં આવે છે.
સુડોકુ : સુડોકુ જાપાનીઝ રમત છે. આ રમતની શોધ જાપાનમાં થયેલી. આ રમત 200 વર્ષ પહેલાં ફ્રાન્સના સિકલ અખબારમાં પ્રથમવાર પ્રગટ થયેલી હોવાનું મનાય છે. આજે રમાય છે તે સુડોકુ જાપાનના નિકોલી સામયિકમાં 1970માં પ્રથમવાર શરૂ થયેલી. જાપાનમાં આ રમતને સુ જી વા ડોકુશીન કાગારૂ એટલે કે એક જ આંકડો એક જ વાર એવું નામ અપાયેલું છે. તે નામનું ટૂકું સ્વરૂપ એટલે સુડોકુ. સુ એટલે આંકડા અને ડોકુ એટલે એક જ વાર. અમેરિકામાં તેને નંબર પ્લેસ કહેતા. આધુનિક સુડોકુની રમતને હાવર્ડ ગાન્ર્સ નામના વ્યક્તિએ શોધેલી એવું કહેવાય છે. અખબાર કે સામયિકમાં નવ બાય નવના ચોક્ઠામાં છપાતી રમતમાં એકથી નવના આંકડા નવ ચોરસમાં ગોઠવવાના હોય છે. એવા નવ નવ ચોરસના ચાર, કોઈવાર છ અને મોટાભાગે નવ ચોકઠા હોય છે. 2005માં સુડોકુને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત થઈ.
આડી ચાવી અને ઉભી ચાવી શબ્દ અને આંકડાની રમત છે. આડી ચાવી અને ઉભી ચાવીમાં શબ્દોની રમત ક્રોસવર્ડ કહેવાય છે, આંકડાની રમત સુડોકુ કહેવાય છે. આડી ચાવી અને ઉભી ચાવીએ એક સમયે અખબારો અને સામયિકોના વાંચકોમાં વધારો કર્યો હતો. જ્યારે રજાના દિવસોમાં પણ અખબારોને હાથ અડાડવા વાંચકો તૈયાર નહતા ત્યારે આડી ચાવી અને ઉભી ચાવીએ કામના દિવસો પણ વાંચકોને કલાકો સુધી અખબારો હાથમાં લઈ બેસવા આકષ્ર્યા હતા. અમેરિકી પત્રકારત્વએ ક્રોસવર્ડ અને સુડોકુને પ્રખ્યાત બનાવી. અમેરિકી અખબારો અને સામયિકોમાં આ બંને રમતો છપાતી ગઈ, વિશ્વભરમાં લોકપ્રિય બનતી ગઈ. ત્યારબાદ અન્ય ભાષાના અખબારો અને સામયિકોએ પણ ક્રોસવર્ડ અને સુડોકુ છાપવાનું શરૂ કર્યું. ગુજરાતી પત્રકારત્વમાં સવારના દૈનિક અખબારો, સાપ્તાહિકો, માસિકો કે ત્રીમાસિકોમાં પણ ક્રોસવર્ડ અને સુડોકુ છાપવાની શરૂઆત 20મી સદીમાં થઈ ચૂકી હતી. આજે 21મી સદીમાં ગુજરાતી પ્રિન્ટ મીડિયામાં ક્રોસવર્ડ અને સુકોડુ જેવી રમતો દ્વારા વાંચકોને આકર્ષવા કે જ્ઞાન સાથે ગમ્મત પૂર્રું પાડવાના સંપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા નથી. હવે પ્રિન્ટ મીડિયામાં ક્રોસવર્ડ અને સુડોકુ ભાગ્યેજ જોવા મળે છે. સાંધ્ય અખબારોમાં તો તેનું કોઈ સ્થાન જ રહ્યું નથી.
- Advertisement -
અખબારોની પૂર્તિઓમાં વધી પડતી જગ્યાઓ પૂરવા અને વિવિધ વર્ગના વાંચકોને માહિતી સાથે મનોરજન પૂરું પાડવા ક્રોસવર્ડ અને સુડોકુ મૂકવાનું શરૂ થયું. અખબાર કે સામયિક ક્રોસવર્ડ અને સુડોકુની સ્પર્ધા પણ યોજતા. જે વહેલી અને સાચી ક્રોસવર્ડ કે સુડોકુ ભરી મોકલે તેને ઈનામ આપવામાં આવતા. એક સમયે લોકો અખબારમાં આવેલા ક્રોસવર્ડ કે સુડોકુને કાપી, ભરી, પુસ્તકમાં ચોંટાડી રાખતા. તેના ઉકેલ આવવાની રાહ જોતા. જોતજોતામાં આ બંને રમતોનો એક આખો ચાહક વર્ગ ઉભો થયો અને પછી તો ક્રોસવર્ડ અને સુડોકુની પુસ્તિકાઓ પણ બહાર પડવા લાગેલી. ક્રોસવર્ડનું પ્રથમ પુસ્તક 1924માં અને સુડોકુનું પ્રથમ પુસ્તક 1979માં બહાર પડેલું. નોંધનીય છે કે, અખબારો કે સામયિકોમાં પ્રસિદ્ધ થતા પહેલા પણ ક્રોસવર્ડ અને સુડોકુનું અસ્તિત્વ હતું જ. અલગલગ સમયમાં ભિન્નભિન્ન દેશ-પ્રદેશમાં ક્રોસવર્ડ અને સુડોકુ અલગઅલગ પ્રકારે રમાતી હતી. અખબારો કે સામયિકોમાં કોર્સવર્ડ અને સુડોકુ પ્રસિદ્ધ થયા બાદ તેને વૈશ્વિકકક્ષાએ એકસમાન આધુનિક સ્વરૂપ મળ્યું. અખબારમાં આવતા ક્રોસવર્ડ અને સુડોકુનો પહેલા જેવો ક્રેઝ હતો એવો ક્રેઝ આજે નથી તેમ કહી ન શકાય. કદાચ પહેલાના સમય કરતા આજે આ રમત વધુ રમાઈ છે.
સમય પસાર થતા અખબાર કે સામયિકમાં આવતા તથા પુસ્તિકાઓમાં છપાતા ક્રોસવર્ડ તથા સુડોકુનું સ્થાન મોબાઈલની ગેઈમ્સ એપ્લીકેશનએ લઈ લીધું. સ્માર્ટફોનની એપ્લીકેશન ગેલેરીમાં એકથી એક ચઢિયાતી ક્રોસવર્ડ અને સુડોકુની રમત ઉપલબ્ધ બનવા લાગી. આજે અખબારો કે સામયિકોની ક્રોસવર્ડ અને સુડોકુ રમતની લોકપ્રિયતા અકબંધ છે. પ્રિન્ટ મીડિયામાં ક્રોસવર્ડ અને સુડોકુ જેવી રમતોનું સ્થાન અને મહત્વ ઘટ્યું છે આમ છતાં એ મોબાઈલ દ્વારા પહેલાના સમયથી પણ વધુ આજના સમયમાં રમવામાં આવે છે. બાળકોથી લઈ મોટી ઉંમર સુધીની વ્યક્તિઓ મોબાઈલમાં કેન્ડીક્રશ, એન્ગ્રીબર્ડ, તીનપત્તી, કોઈન માસ્ટર જેવી જ રમતો રમ્યા કરે છે એ કહેવું કે સમજવું ભૂલ ભરેલું છે. આજે પણ બાળકોથી લઈ મોટેરાંઓની મોબાઈલ ગેમ્સમાં મનપસંદ રમત ક્રોસવર્ડ અને સુડોકુ છે. ક્રોસવર્ડ અને સુડોકુ રમત પર છેલ્લા કેટલાંક વર્ષોમાં અઢળક શોધ-સંશોધન પણ થયા છે. ક્રોસવર્ડ અને સુડોકુની રમત મન-મગજ માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું સાબિત થયું છે. ક્રોસવર્ડનો ઉપયોગ ભાષા શુદ્ધિ અને શબ્દભંડોળ વધારવા માટે થવા લાગ્યો તો સુડોકુનો ઉપયોગ ગાણિતિક વિષયમાં પારંગત થવા તેમજ માનસિક કસરત માટે થવા લાગ્યો.
કોઈપણ માધ્યમનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન એટલે કે શિક્ષણ સાથે માહિતી અને મનોરંજન પૂરું પાડવાનો હોવો જોઈએ. ઊમીભફશિંજ્ઞક્ષ, ઈંક્ષરજ્ઞળિફશિંજ્ઞક્ષ ફક્ષમ ઊક્ષયિિંફિંશક્ષળયક્ષિં આ ત્રણ મુખ્ય ઉદ્દેશ સાથે માધ્યમોએ કાર્ય કરવું જોઈએ. પત્રકારત્વના સિદ્ધાંતોમાં આ ત્રણ ઉદ્દેશ સાથે કાર્ય કરવા જણાવવામાં આવ્યું છે. પત્રકારત્વમાં સમાચારો, અગ્રલેખો, કટારલેખો વગેરે સાથે કેટલીક અન્ય સામગ્રી દ્વારા પણ આ ઉદ્દેશ સિદ્ધ કરવામાં આવે છે. જેમાં ક્રોસવર્ડ પઝલ અને સુડોકુ જેવી રમતોનો સમાવેશ થાય છે. આ રમતો જ્ઞાન વૃદ્ધિ સાથે મનોરંજન અને શિક્ષણના હેતુને પણ પાર પાડે છે. આજે જ્યારે મીડિયામાં ઓન્લી એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટની બોલબાલા છે ત્યારે એન્ટરટેઈનમેન્ટ સાથે એજ્યુકેશન અને ઈન્ફોર્મેશનમાં વધારો કરનારી સામગ્રીઓનો પ્રચાર-પ્રસાર પણ અત્યંત જરૂરી બની ગયો છે. ખાસ કરીને ગુજરાતી પત્રકારત્વનાં ઘટતા જતા વાંચક વર્ગને ફરીથી વધારવા-આકર્ષવા જ્ઞાન સાથે મનોરંજન પીરસતી સામગ્રીઓ પ્રસિદ્ધ કરવાની તાતી આવશ્યકતા ઉભી થઈ છે. ઉહ. આડી ચાવી અને ઉભી ચાવી.
વધારો : ગુજરાતી પત્રકારત્વમાં જ્ઞાન સાથે ગમ્મત આપતી રમત એકલી ક્રોસવર્ડ અને સુડોકુ નથી. બાળકો અને યુવાનો માટેની વિશિષ્ટ પૂર્તિઓ તથા બાળસામયિકોમાં કોર્સવર્ડ અને સુડોકુ સિવાયની અન્ય રમતો પણ છપાય છે. જેમ કે, બે એકસરખા લાગતા ચિત્રોમાંથી તફાવત શોધવાની, ખાલી ચિત્રોમાં રંગ પૂરવાની. આંકડાઓ જોડી આકૃતિ બનાવવાની, ભૂલભૂલામણીમાંથી રસ્તો કાઢવાની, ઉખાણાઓ, કોયડાઓ ઉકેલવાની વગેરે. ગુજરાતી પત્રકારત્વના અખબારો અને સામયિકોએ અવનવી રમતો દ્વારા પોતાના વાંચક વર્ગને માહિતી સાથે મનોરજન પીરસ્યું છે.
21 ડિસેમ્બર, 1913માં ઇંગ્લેન્ડના લિવરપૂલના એક પત્રકાર આર્થર વૈનને મોર્ડન ક્રોસવર્ડ પઝલના સંશોધક માનવામાં આવે છે : પસલ મૂળ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે કોઈને ગૂંચવણમાં મૂકવું, આ શબ્દ અપભ્રંશ થઈને 19મી સદીમાં પઝલ તરીકે ઓળખાયો