હવે જો આતંકવાદી હુમલો થશે તો પાકિસ્તાને તેની કિંમત ચૂકવવી પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
પીએમ મોદીએ ગુરુવારે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં કહ્યું, ’બંગાળ આજે અનેક સંકટોથી ઘેરાયેલું છે. તેને ફરીથી એ જ ભૂમિકામાં આવવું પડશે જે એક સમયે તેની ઓળખ હતી. આ માટે જરૂરી છે કે પ.બંગાળ ફરી એકવાર જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર બને. બંગાળ મેક ઇન ઇન્ડિયાનું એક મોટું કેન્દ્ર બને.
ગુરુવારે પીએમ મોદીનો સિક્કિમ પ્રવાસ ખરાબ હવામાનને કારણે રદ કરાયો છે. આ કારણે તેઓ સિક્કિમ રાજ્યની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે ગંગટોક જઈ શક્યા નહીં. બાદમાં તેમણે બાગડોગરાથી વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા સિક્કિમના લોકોને સંબોધન કર્યું.
- Advertisement -
પીએમ મોદીએ વર્ચ્યુઅલ ભાષણમાં કહ્યું- સિક્કિમ આજે દેશનું ગૌરવ છે. 50 વર્ષમાં સિક્કિમ પ્રકૃતિ સાથે પ્રગતિનું એક મોડલ બન્યું. એ 100% ઓર્ગેનિક રાજ્ય બન્યું. સિક્કિમ દેશના એ રાજ્યોમાં છે, જ્યાં માથાદીઠ આવક સૌથી વધુ છે. આ સિદ્ધિઓ તમારા સામર્થ્યથી શક્ય બની છે.
મોદીએ કહ્યું- પહેલગામમાં આતંકવાદીઓએ જે કર્યું એ ફક્ત ભારત પર હુમલો નહોતો, એ માનવતા પર હુમલો હતો. તેમણે આપણા ભારતીયોના ભાગલા પાડવાના પ્રયાસ કર્યા. અમે આતંકવાદીઓ અને તેમના આકાઓને એક થઈને સંદેશ આપ્યો છે કે અમે ’ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદીઓને કરારો જવાબ આપ્યો છે. આતંકવાદીઓનાં ઠેકાણાંને ઉડાવી દીધાં. આનાથી અકળાઈને પાકિસ્તાને આપણા નાગરિકો અને સૈનિકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાનના એરબેઝને નષ્ટ કરીને બતાવી દીધું કે ભારત શું શું કરી શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે, બંગાળના ગરીબો માટે જે પણ યોજનાઓ ચાલી રહી છે, તેને અહીં લાગુ કરવા દેવામાં આવી રહી નથી. જેમાં આયુષ્માન યોજના સામેલ છે. બંગાળમાં તેનો લાભ મળી રહ્યો નથી.
મોદીએ કહ્યું કે, ટીએમસી કૌભાંડીઓએ સેંકડો દીકરા-દીકરીઓને અંધકારમાં ધકેલી દીધા છે. આ ફક્ત થોડા હજાર શિક્ષકો સાથે વિશ્વાસઘાત નથી, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. મોદીએ કહ્યું, હદ તો એ છે કે આ લોકો આજે પણ ભુલ માની રહ્યા નથી. અને કોર્ટને દોષી ઠેરવે છે. ટીએમસીએ ચાના બગીચામાં કામ કરતા લોકોને પણ છોડ્યા નથી. સરકારની ખોટી નીતિઓને કારણે ચાના બગીચા બંધ થઈ રહ્યા છે.
ગરીબોની કમાણી પર લુંટ ચલાવી રહ્યા છે. ટીએમસીની સરકાર તેના દોષીતોને બચાવવાના પ્રયાસ કરી રહી છે.



