ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2021-22 ના સ્વચ્છતા એવોર્ડ માટે સમગ્ર રાજ્યમાંથી કુલ 460 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી 26 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની રાજયકક્ષાના સ્વચ્છતા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના હળવદની એક માત્ર શાળા નંબર 4 ની પસંદગી કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી અને કુબેરસિંહ ડીંડોર તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓના હસ્તે મોરબી જીલ્લાની હળવદ તાલુકાની શાળા નંબર 4 ને શિલ્ડ, પ્રમાણપત્ર અને રૂપિયા 30 હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સાથે બાળસંસદના પાંચ બાળકોને દફતર પણ આપવામાં આવ્યું હતું અને દરેક શિક્ષક મિત્રોને તેમજ બાળકોને સ્વચ્છતા કીટ પણ આપવામાં આવી હતી. આ તકે એવોર્ડ સ્વીકારવા શાળાના આચાર્ય રાજેશભાઇ જાકાસણીયા, શાળાના શિક્ષક અને હળવદ તાલુકા શૈક્ષિક સંઘના અધ્યક્ષ વાસુદેવભાઈ ભોરણિયા તેમજ શિક્ષક હરજીવનભાઈ પરમાર, બાળસંસદના વિદ્યાર્થીઓ ધ્રુવેશ સોનાગરા, નૈતિક પાટડીયા, દક્ષ લખતરિયા, ઋત્વિ દેસાઈ અને બંસી ઝાલરીયા હાજર રહ્યા હતા. હળવદની શાળા નંબર 4 ને રાજ્યકક્ષાનો એવોર્ડ મળતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મોરબી જીલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ અને હળવદ તાલુકા બી.આર.સી. દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
ગૌરવ: હળવદની શાળા નંબર 4ને રાજ્ય કક્ષાનો સ્વચ્છતા એવોર્ડ
