કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ઈમિટેશન માર્કેટ ખાતે રોશની, અયોધ્યા નગરી અને ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની મુલાકાત લીધી
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલ્લાના આગમનના રૂડા અવસરે સમગ્ર દેશવાસીઓને એક તાંતણે બાંંધ્યા છે : ઉદય કાનગડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ધારાસભ્ય ઉદય કાનગડની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે સદીઓના સંઘર્ષ બાદ કરોડો દેશવાસીઓની આશા, આકાંક્ષ્ાા, શ્રધ્ધા અને ભક્તિના ફલસ્વરૂપે અયોધ્યા ખાતે મર્યાદા પુરૂષોતમ પ્રભુ શ્રીરામની પાવન પધારામણી થઈ અને દેશવાસીઓમાં દિવ્ય ઉર્જાનો સંચાર થયો. જનસમુદાયમાં દિવ્ય ઉર્જાનો સંચાર થયો અને હરખની હેલી પ્રસરી ગઈ ત્યારે દેશભરમાં પ્રભુ શ્રીરામના આગમનને વધાવવા અનેકવિધ ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ત્યારે 68-રાજકોટ(પૂર્વ) વિધાનસભામાં આવેલ સંત કબીર રોડ, ઈમીટેશન મારકેટ ખાતે નયનરમ્ય રોશનીનો ઝગમગાટ, પેડક રોડ શ્રીબાલક હનુમાન મંદીર પાસે તેમજ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના જનસેવા કાર્યાલય ખાતે આબેહુબ અયોધ્યા નગરીનું નિર્માણ તેમજ અનેકવિધ ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ 68-રાજકોટ(પૂર્વ) વિસ્તારના ઈમીટેશન મારકેટ ખાતે નયનરમ્ય રોશની, પેડક રોડ શ્રીબાલક હનુમાન મંદીર પાસે તેમજ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના જનસેવા કાર્યાલય ખાતે અયોધ્યા નગરી અને ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના જનસેવા કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ તકે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ સહિતના અગ્રણીઓએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનુુું ફુલ અને બુકેથી સ્વાગત કરેલ હતુ. તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાર્યર્ક્તાઓએ મનસુખભાઈ માંડવીયાનું ઉષ્માભેર અભિવાદન કરેલ હતું.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, વોર્ડના કોર્પોરેટરો, વોર્ડના પ્રભારી, વોર્ડપ્રમુખ, મહામંત્રી, મોરચાના હોદેદારો તેમજ વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આ તકે મનસુખભાઈ માંડવીયાએ જણાવેલ કે સદીઓથી રાહ જોવાતી હતી તે રામ જન્મભુમિ અયોધ્યામાં નિર્માણ પામેલા રામમંદિરમાં મુખ્ય યજમાન તરીકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું દેશભરમાં લાઈવ ટેલીકાસ્ટ નિહળાયું હતું. ત્યારે આ ઐતિહાસિક ક્ષ્ાણના સાક્ષ્ાી બનવાનું આપણને સૌને ગૌરવ છે. ત્યારે અયોધ્યામાં શ્રીરામના આગમનને વધાવવા દેશભરમાં ધાર્મિક, ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે 68-રાજકોટ(પૂર્વ) વિધાનસભા વિસ્તારમાં થયેલ દિવ્ય રોશનીનો અલભ્ય નજારો, પેડક રોડ સ્થિત શ્રી બાલક હનુમાન મંદિર પાસે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના જનસેવા કાર્યાલય પાસે અયોધ્યા નગરી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અભિભૂત થયા હતા.
આ તકે અયોધ્યામાં રામલલ્લાના આગમનને વધાવવા રાજકોટમાં દિપાવલી જેવો માહોલ સર્જાયો હતો અને રાજકોટમાં અત્ર,તત્ર, સર્વત્ર જયશ્રી રામ નો નાદ ગુંજી ઉઠયો હતો અને ઢોલ,નગારા, શંખનાદ, આતશબાજી સાથે આ ઐતિહાસિક અવસરને વધાવાયો હતો, ત્યારે તા.રર જાન્યુઆરી,ર0ર4નો દિવસ વિશ્ર્વના ઇતિહાસમાં હંમેશ માટે અમર રહેશે. રાષ્ટ્રની ગરિમાને અનુરૂપ આ પવિત્ર રાષ્ટ્રીય સ્થાન ઉપર મંદિર બનાવવું એ માત્ર રાષ્ટ્રીય એક્તા અને અખંડતિતાની સાથોસાથ ભારતની આગવી ઓળખનું પ્રમાણપત્ર પણ બન્યું છે. ત્યારે રામ જન્મભુમિ અયોધ્યામાં રામલલ્લાના આગમનના રૂડા અવસરે સમગ્ર દેશવાસીઓને એક તાંતણે બાંંધ્યા છે.