યુરોપિયન જર્નલ ઑફ પેડિયાટ્રિક્સમાં પ્રકાશિત અભ્યાસ મુજબ બે વર્ષ સુધીનાં બાળકો હોમિયોપેથિક સારવારથી જલ્દી સ્વસ્થ થયાં
યુરોપિયન જર્નલ ઑફ પેડિયાટ્રિક્સમાં પ્રકાશિત થયેલાં અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને અસર કરતી સામાન્ય બિમારીઓ માટે હોમિયોપેથિક સારવાર એલોપેથિક સારવાર કરતાં સારી છે.
- Advertisement -
સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથીના સંશોધકોએ તેલંગાણામાં જીયાર ઇન્ટિગ્રેટેડ મેડિકલ સર્વિસીસ હોસ્પીટલનાં આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી જન્મથી 24 મહિનાની ઉંમર સુધીનાં 108 બાળકોને તાવ, ઝાડા અને શ્વસન ચેપ જેવી બીમારી માટે હોમિયોપેથિક સારવાર આપી હતી.હોમિયોપેથિક સારવાર અને એલોપેથી સારવારમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે હોમિયોપેથિક જૂથ એલોપેથી જૂથની સરખામણીમાં જલ્દી સ્વસ્થ થયાં હતાં.
આ રિસર્ચમાં જાણવા મળ્યું કે ” એલોપથી જૂથનાં બાળકો સરેરાશ 21 દિવસ માંદા રહ્યાં હતાં જયારે હોમિયોપેથિક જૂથનાં બાળકો પાંચ દિવસ માંદા રહ્યાં હતાં. અધ્યયનમાં જણાવાયું છે કે હોમિયોપેથિક જૂથમાં માંદા દિવસોની સંખ્યા ઓછી હતી જયારે એલોપથી જૂથમાં આ સંખ્યા વધુ હતી. હોમિયોપેથીનો ઉપયોગ કરવાથી 24 મહિનાનાં બાળકોમાં શ્વસન સંબંધી બીમારીઓ જલ્દી સમાપ્ત થઇ હતી જયારે ઝાડાના કેસોમાં બંને જૂથો વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો ન હતો.
અભ્યાસ મુજબ, કોઈપણ જૂથમાં કોઈ પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ અથવા મૃત્યુની નોંધ લેવામાં આવી નથી. એલોપેથી જૂથમાં 141 ની તુલનામાં હોમિયોપેથિક જૂથના 14 બાળકોમાં એન્ટિબાયોટિક્સની આવશ્યકતા ઉભી થઈ હતી. જોકે, આ અભ્યાસમાં પૂર્વગ્રહનું જોખમ અને નાનાં નમૂનાના કદ જેવી મર્યાદાઓ હતી.