કેન્દ્રીય આવાસ તેમજ શહેરી મામલાના મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે શહેરોમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઇ રહેલા લોકોને હોમલોન પર વ્યાજમાં રાહત આપવા માટે સપ્ટેમ્બરમાં એક યોજના લાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ ગુટુવોર જણાવ્યું હતું કે આ યોજનાની રીતિ-પધ્ધતિઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.
આ બારામાં કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયના સચિવ મનોજ જોષીએ કહ્યું હતું કે શહેરોમાં ઘર ખરીદવાનું સપનું જોઇ રહેલા લોકોને લોન પર વ્યાજમાં રાહત આપવા માટે સપ્ટેમ્બરમાં યોજના રજુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિને પોતાના ભાષણમાં શહેરોમાં રહેતા આવા મધ્યમ વર્ગીય પરિવારો માટે યોજનાની જાહેરાત કરી હતી જેમના પાસે પોતાનું ઘર નથી.
- Advertisement -
6 મહિનામાં શરૂ પીએમ-ઇ-બસ સેવા
હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે પીએમ-ઇ-બસ સેવા યોજના આગામી પાંચ-છ મહિનામાં શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત (પીપીપી) મોડલ અંતર્ગત 169 શહેરોને 10 હજાર ઇલેકટ્રીક બસો આપવામાં આવશે. પુરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટુંક સમયમાં જ તેના માટે વાતાનુકુલિત બસો ખરીદવા જઇ રહી છે.