-આવાસ ધિરાણમાં 2020 બાદ સૌથી ધમધમતુ કવાટર: ત્રણ માસમાં રૂા.18967 કરોડની હોમલોન ચુકવાઈ
ઘરના ઘરનું સ્વપ્ન હવે ઝડપ પકડી રહ્યું છે. એક તરફ મોદી સરકાર તેની વિવિધ યોજનાઓ મારફત જેઓ પોતાની આવકથી ઘર ખરીદી શકતા નથી તેવા કરોડો પરિવારોને ‘આવાસ’ આપીને તેમના સ્વપ્નને સાકાર કરે છે તો બીજી તરફ હવે મધ્યમ-ઉચ્ચ મધ્યમવર્ગની વધેલી આવકના કારણે ગુજરાતમાં પણ હાઉસીંગ લોનની ડિમાન્ડ હાલ પાંચ વર્ષની સૌથી ઉંચી સપાટીએ છે.
- Advertisement -
બેન્કો તથા નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ પણ હાઉસીંગ લોનને સૌથી સલામત ધિરાણ માને છે અને તે ક્ષેત્રમાં પણ બેન્કો વચ્ચે હવે આકર્ષક દર અને શરતોએ હાઉસીંગ લોનમાં નવા રેકોર્ડ બનાવ્યા છે તેથી લોન મંજુરીથી તેના મામલે આવાસ ખરીદવાની સંખ્યામાં વધારો થયો છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમીટીના રિપોર્ટ મુજબ 2024ના નાણાકીય વર્ષમાં ઓકટો-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં રૂા.18967 કરોડની હાઉસીંગ લોન અપાઈ હતી જે ગત વર્ષના આ સમયગાળાના રૂા.11166 કરોડ કરતા 71% વધુ હતી અને 2020 બાદના પાંચ વર્ષમાં કોઈપણ કવાટર કરતા 2024ના આ ઓકટો-ડિસેમ્બરનું કવાટર હોમલોન ધિરાણમાં ટોચના ક્રમે રહ્યું છે.
દેશમાં અને ગુજરાતમાં પણ નવા આવાસની માંગ સતત વધી રહી છે તેમાં એચડીએફસી બેન્ક અને એચડીએફસી (હાઉસીંગ કંપની) વચ્ચે વિલીનીકરણ થતા તે પણ પોતાના હોમ લોન પોર્ટફોલિયાને મજબૂત બનાવવા પ્રયાસ કરે છે એ ઉપરાંત હવે યુવા પ્રોફેશનલની આવક વધી છે. કેરિયરના પ્રથમ તબકકે જ પોતાનું ઘરનું ઘર ફલેટ કે પછી નાનું આવાસમાં તેઓ અગ્રતા આપે છે જેથી કેરીયરના લાંબાગાળાનું આયોજન થઈ શકે. અગાઉ ફેમીલી પ્લાનીંગને મહત્વ આવ્યુ હતું.
- Advertisement -
હવે તે ગોલ હાંસલ થયા બાદ હોમ-લોન પ્લાનીંગ કરે છે. પતિ-પત્ની બન્ને કમાતા હોય તો વધુ મોંઘા આવાસની ખરીદી શકય બનવા લાગી છે અને આ ફેકટર હોમ લોનની માંગમાં મહત્વનું બની ગયુ છે. દેશમાં હોમલોન માર્કેટ પણ વર્ષ 18-20%ના દરે વધી રહ્યું છે. હોમલોન લેનારની સંખ્યા જે ગત વર્ષે આ કવાર્ટરમાં 1.29 લાખ હતી તે આ વર્ષે 2.16 લાખની થઈ છે. આમ 67%નો વધારો થયો છે. આ ઉપરાંત સૌથી મહત્વનું એ છે કે પ્રિમીયમ-હાઉસીંગ માંગ વધી છે. રૂા.1 કરોડ કે તેથી વધુના ફલેટ હવે કોઈને આંચકો આપતા નથી.
અમદાવાદમાં જો નવા વિસ્તારોના મહાનગરમાં જે આયોજનપૂર્વક સમાવેશ થયો તેના કારણે હાઉસીંગ ડિમાન્ડ વધી છે. એક સમયે મુખ્ય શહેર સાથે કનેકટીવીટીનો પ્રશ્ન હતો. હવે તેમાં કાર સહિતના ખુદના વાહન ઉપર પબ્લીક ટ્રાન્સપોર્ટેશનથી લોકોને થોડે દુર રહેવા જવામાં કોઈ સમસ્યા નથી અને શહેરમાં હવે જૂના આવાસોના સ્થાને પ્રિમીયમ કવોલીટીના આવાસો વધ્યા છે.
હવે 2024ના પુરા વર્ષમાં આ પ્રકારની માંગ જળવાઈ રહેશે. ખાસ કરીને ફુગાવો ઘટવા લાગ્યો છે અને વ્યાજદર હવે વધશે નહી તેવા નિશ્ચિત સંકેતો છે જેથી હોમલોનમાં તેનો સૌથી મોટો પ્રભાવ પડશે.