ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ એસ. ડી. ઠાકોરની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે હોમગાર્ડઝ યુનિટ દ્વારા વ્યસનમુક્તિ, બેટી બચાઓ બેટી પઢાઓના બેનરો સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અનેરો અભિગમ અપનાવી સ્ટેચ્યુ માળા અર્પણ કરી સિદ્ધપુર શહેરમાં રેલી કાઢી લોકજાગૃતિ લાવવાનો અનેરો અભિગમ જોવા મળ્યો હતો. જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોરે સિદ્ધપુર ખાતે આવેલ કેન્સર હોસ્પિટલની મુલાકાત કરી કેન્સરપીડિત દર્દીઓને હૂંફ આપી ફ્રુટ વિતરણ કર્યું હતું. જેમાં પાટણ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ એસ. ડી. ઠાકોર, સિદ્ધપુર હોમગાર્ડઝ યુનિટના ઓફિસર કમાન્ડીંગ કે. એલ. ઠાકોર, ફુલચંદ શ્રીમાળી, બાકીર પટેલ, એમ. એચ. જાલોરી તથા દળના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.