-પુરૂષોતમ માસ દરમિયાન સાત ધાન્યના સાથીયા પુરવા ફળદાયી
ધર્મભકિતના શ્રેષ્ઠ મહિનો એટલે પુરૂષોતમ માસ દરેક ગુજરાતી મહિના દરમ્યાન સૂર્ય પોતાનું રાશી પરિવર્તન કરે છે. પરંતુ પુરૂષોતમ મહિના દરમ્યાન સૂર્ય રાશી પરિવર્તન કરતો નથી દરેક વાર તિથિ અને મહિનાને પોતાના સ્વામી છે. પરંતુ પુરૂષોતમ માસને તેના સ્વામી ન હતા. આથી ભગવાન વિષ્ણુ સ્વયં પોતે પુરૂષોતમ માસના સ્વામી બને છે. અને પોતાનું નામ આપે છે. આથી જ અધિક માસને પુરૂષોતમ માસ કહેવામાં આવે છે. અને ભગવાન વિષ્ણુ પોતે કહે છે આ મહિના દરમ્યાન જે લોકો પુજા પાઠ જપ ભકિત દાન કરશે તેની તુરંત ફળ મળશે એમ પણ કહેવામાં આવે છે કે પુરૂષોતમ મહિના દરમ્યાન ભગવાન વિષ્ણુ પોતે સ્વયં પૃથ્વી ઉપર નિવાસ કરે છે.
- Advertisement -
પુરૂષોતમ મહિનાના નિયમો ખાસ કરીને આખા મહિના દરમ્યાન ફળ અને દુધ ખાઇ અને ઉપવાસ રહેવો જોઇએ. પરંતુ તે ન થઇ શકે તો એકટાણુ રહેવું અને એકટાણુ મા સાંજે ભોજન લેવું બપોરે નહિ.
પુરૂષોતમ મહિના દરમ્યાન દરરોજનુ પુજન વ્રતના પહેલા દિવસે સવારના વહેલા ઉઠી અને ત્યારબાદ નિત્ય કર્મ કરી અને એક બાજોઠ ઉપર ચોખાની ઢગલી કરી તેના ઉપર વિષ્ણુ ભગવાન અથવા રાધાકૃષ્ણ ભગવાનની છબી પધરાવી બીજામાં દિવો અગરબતી કવરા ભગવાનને ચંદનનો ચાંદલો ચોખા કરી અને પોતે પણ કરવા ભગવાનને ફુલ અર્પણ કરવું હાર પણ પહેરાવી શકાય છે. અબીલ, ગુલાલ, કંકુ પધરાવા ત્યારબાદ ભગવાનને અગરબતીનો ધુપ અર્પણ કરવો નૈવેદ્ય માં ફળ ધરાવા આરતી કરી ક્ષમા યાચના માંગવી આવી રીતે દરરોજ પુરૂષોતમ મહિના દરમ્યાન આખો મહિનો પુજન કરવું.
આ વર્ષે પુરૂષોતમ માસ પુરા 30 દિવસનો છે.
- Advertisement -
પુરૂષોતમ મહિના દરમ્યાન સાતધાન્યના સાથીયા પુરાવા મંડળ પુરવુ ધાન્યદાન, વસ્ત્રદાન તથા જીવન જરુરી ચીજવસ્તુનું દાન દેવું તુરંત ફળદાઇ રહે છે.
પુરૂષોતમ મહિના દરમ્યાન આખો મહિનો પુરૂષોતમ માસની કથા સાંભળવી પણ ફળદાઇ છે.
પુરૂષોતમ મહિનાનો પ્રારંભ તા. 18-7-23 ને મંગળવારે પુરૂષોતમ મહિના ની સમાપ્તી તા. 16-8-23 ને બુધવારે પુરા થશે.