નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના જલારામ-2 સ્થિત શિવસંગમ સોસાયટીમાં છેલ્લા 17 વર્ષથી મીતુલભાઈ લાલ દ્વારા હોલિકાદહન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે આજરોજ ગુરુવારે રાત્રે 8-00 કલાકે હોલિકા પૂજન અને 8-30 કલાકે હોલિકાદહનનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 20થી 22 હજાર ગાયના છાણાનો ઉપયોગ કરીને 10 ફૂટ ઊંચાઈ જેવડી હોલિકાની ગોઠવણી કરી ઉપરની સાઈડ અંદાજિત 4થી 5 ફૂટની હોલિકામાતાના ખોળામાં ભક્ત પ્રહલાદને બેસાડવામાં આવે છે અને ખજુર-ધાણી-દાળીયાનો પ્રસાદ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જાહેરજનતા માટે નાસ્તો, લાઈવ શેરડીનો રસ તેમજ ભૂલકાઓ માટે તથા બાળકો માટે અલગ અલગ 8 જેટલી રાઈડ્સ પણ મૂકવામાં આવેલી છે અને લાઈવ ઓરકેસ્ટ્રા મ્યુઝિકલ બેન્ડ પણ રાખવામાં આવેલું છે. સાથે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, દર્શનાર્થી મહિલાઓ માટે મહેંદી મુકવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સાથે રાત્રે 11 વાગ્યાથી રાસની રમઝટ આ સાથે એરમૂવીંગ લાઈટ્સ શોનું આયોજન કરાયું છે.