ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
શિવસંગમ સોસાયટી મેઈન રોડ, યુનિ. રોડ, રાજકોટ પર છેલ્લાં 16 વર્ષથી હોલિકાદહનનું મીતુલભાઈ લાલ દ્વારા આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ હોલિકાદહનનો કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
આ કાર્યક્રમમાં ખાસ અતિથિવિશેષ તરીકે રાજકોટ લોકસભા 10ના ઉમેદવાર તથા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા સાથે સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ વિધાનસભા 69ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મહામંત્રી માધવભાઈ દવે, પારિવારીક સંબંધી જામનગર માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ને જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, ગાયનેક ડો. નીતિનભાઈ લાલ, વોર્ડ નં. 10 રાજકોટના કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નીરૂભા વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, રાજેશ્ર્વરીબેન ડોડીયા, વોર્ડ નં. 10ના પ્રમુખ રજનીભાઈ ગોલ, ભાજપ અગ્રણી મનીષભાઈ ભટ્ટ તથા વોર્ડ નં. 10ની સંગઠનની ટીમ હાજર રહ્યા હતા. જેમાં પરસોતમભાઈ રૂપાલાનું મીતુલભાઈ લાલ દ્વારા શાલ ઓઢાડી હાર-તોરાથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હોલિકા પ્રાગટ્ય સાયન્ટીફીકલી રીતે પાણીની પિચકારી દ્વારા અગ્નિ પ્રજ્જવલિત કરી હોલિકાદહનનો કાર્યક્રમ વિશેષ ઉપસ્થિતિ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.