સ્માર્ટ સિટીના રસ્તા પર નીકળવું જીવ માટે જોખમ, ચાર મહિના પહેલા જ અંડરબ્રિજનું થયું હતું ઉદ્ધાટન
પ્રિ-મોન્સૂનની બેઠકમાં હોર્ડિંગ્સ હટાવવાની ફક્ત વાતો જ થઈ.! કોઈનો જીવ જશે તો જવાબદારી કોની…?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સ્માર્ટ સિટી કહેવાતા રાજકોટ શહેરમાં નિર્મિત લક્ષ્મીનગર અંડરબ્રિજ પર લગાડવામાં આવેલું હોર્ડિંગ્સ ધરાશાયી થયું હતું. જો કે, કોઈને જાનહાનિ થઈ ન હતી. રાજકોટમાં જો સામાન્ય વાવાઝોડું આવે તો અનેક હોર્ડીગ્સ કોઇકનો જીવ લઇ શકે છે તેમ હોવા છતાંય હજુ સુધી મહાપાલિકાએ જોખમી હોર્ડીગ્સ શહેરમાં કેટલા છે. તેનો કોઇ પણ પ્રકારનાં સર્વે હજુ સુધી કરવામાં આવ્યો નથી. અને આવા જોખમી હોર્ડિગ્સ સંચાલકોને નોટીસ આપવામાં આવી નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે, આ હોર્ડિંગ્સ અંડરબ્રિજના ઉદ્ધાટન સમયનું છે. જેને આજે ચાર મહિના જેટલો સમય થઈ ગયો છે. છતા પણ મનપા તંત્રએ આજ દિન સુધી ત્યાંથી ન હટાવાતા આજે ધરાશાયી થયું હતું.
શહેરના મુખ્ય માર્ગોની વાત કરીએ તો હાલ આવા ઘણા હોર્ડિંગ્સ ખડકાયેલા છે જે લોકો માટે જોખમીરૂપ સાબિત થઈ શકે છે. હાલ મનપા તંત્રએ તાજેતરમાં જ પ્રિ મોન્સૂનની કામગીરીની બેઠક યોજી હતી જેમાં જોખમીરૂપ હોર્ડિંગ્સ ઉતારવા માટે તાકીદ કરી હતી છતા પણ હજુ મોતના માંચડા સમાન હોર્ડિંગ્સ હવામાં લટકી રહ્યા છે ત્યારે હવે ચોમાસું દસ્તક આપી રહ્યું છે ત્યારે સામાન્ય વાવાઝોડું આવે તો અનેક હોર્ડીગ્સ કોઇકનો જીવ લઇ શકે છે ત્યારે તેની જવાબદારી કોની….? તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.