– કાશ્મીરી અને બિન કાશ્મીરી લોકોની સુરક્ષામાં વધારો
- Advertisement -
જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળોને આંતકવાદીઓ સામે મોટી સફળતા મળી છે, જેમાં સુરક્ષાદળોએ જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રિશીપોરા વિસ્તારમાં આતંકી સંગઠન હિજબુલ મુઝાહિદીનના હેડ કમાંડર નિસાર ખાંડેને મારી નાખ્યો. સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ઘર્ષણ ચાલી રહી છે, જેમાં ગત રાત્રીના હિજબુલ મુજાહિદીનના હેડ કમાન્ડરને મારી નાખ્યો. કાશ્મીરના IGP વિજય કુમારએ કહ્યું કે, પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદીનના કમાન્ડરને સુરક્ષા દળોએ માર્યો, જેની પાસેથી 1 AK 47, ભારે માત્રામાં હથિયાર, દારૂગોળઓ અને આપત્તિજનક સામગ્રી જપ્ત કરી છે. હાલમાં આતંકીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન ચાલુ છે.
તેની સાથે જ આ ઓફરેશનમાં ત્રણ સૈનિક અને 1 વ્યક્તિના ઘયલ થવાના સમાચાર મળ્યા છે. જેમને સારવાર માટે તાત્કાલિક શ્રીનગરના 92 બેસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીર પોલીસના ત્રણ સૈનિક અને 1 વ્યક્તિની સ્થિતિ સામાન્ય છે.
#AnantnagEncounterUpdate: #Terrorist Commander of proscribed #terror outfit HM Nisar Khanday killed. #Incriminating materials, #arms & ammunition including 01 AK 47 rifle recovered. #Operation in progress: IGP Kashmir https://t.co/IcYO8dGHn9
- Advertisement -
— Kashmir Zone Police (@KashmirPolice) June 3, 2022
આતંકીઓ કરી રહ્યા છે ટાર્ગટ કિલિંગ
આતંકીઓ ઘાટીમાં લોકોને ટાર્ગટ કરી રહ્યા છે. આતંકીઓએ રાજસ્વ વિભાગમાં કામ કરી રહેલા રાહુલ ભટ્ટ અને બેંક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ત્યાર પછી સતત ઘાટીમાં ટાર્ગટ કિલિંગના કારણે ભયનો માહોલ પ્રવર્તેલો છે. જયારે પોલીસ તેમજ સુરક્ષા દળ સતત ઓપરેશનના માધ્યમથી ઘાટીના આતંકીઓનો સફાયો કરી રહ્યા છે.
કાશ્મીરી અને બિન કાશ્મીરી લોકોની સુરક્ષામાં વધારો
જમ્મૂ-કાશ્મીરમાં થઇ રહેલા ટાર્ગટ કિલિંગ માટે નવી દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં શુક્રવારના એક બેઠક થઇ, જેમાં તેમણે કાશઅમીરીઓ અને બિન કાશ્મીરીઓની કડક સુરક્ષા માટેના આદેશ આપ્યા છે. જયારે ઘાટીમાં આતંક ફેલાવનારા આતંકીઓ સામે કડક પગલા લેવાના આદેશ આપવામાં આવ્યા છે.