ભારતે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી સુપર જીત હાંસલ કરી છે.
ટીમે પહેલો મુકાબલો ઈનિંગ અને 222 રનથી તો પિન્ક બોલ ટેસ્ટ મેચ 238 રને જીતી છે. આ વિકેટ સાથે જ અશ્વીનની ટેસ્ટ ક્રિકેટમાં 442 વિકેટ થઈ ગઈ છે. અશ્વીન સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 8મા ક્રમે પહોંચ્યો છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અશ્વીનની સૌથી વધુ 100 વિકેટ થઈ ગઈ છે. આ રીતે અશ્વીન આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બન્ને સત્રમાં વિકેટની સદી પૂરી કરનારો પ્રથમ બોલર બન્યો છે.
IPLમાં દરેક ટીમને મળશે બે DRS
IPLમાં મહત્ત્વના ફેરફાર: કોવિડને કારણે મેચ રદ્દ નહીં, નવેસરથી મેચ રમાડવામાં આવશે : સંક્રમણને લીધે કોઈ ટીમ પ્લેઈંગ ઈલેવન ઉતારવા અસમર્થ જણાશે તો તે મેચને રિ-શેડ્યુલ કરી શકાશે.