મણિપુરમાં ગઇકાલે કેટલાક વીડિયો અને ફોટો સામે આવ્યા છે. જે પૂર્વોત્તર રાજ્યમાં શાંતિ સ્થાપવા માટેની દિશામાં ઘણી મહદત્વની ભૂમિકા ભજવશે. આ ફોટોમાં કેટલાય વિદ્રોહીઓ શરણાગદતિ સ્વીકરાતા જોવા મળી રહ્યા છે, જે વિદ્રોહી મણિપુરના સૌથી જુના ઉગ્રવાદી ગુટ યૂનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રંટ(UNLF)ના છે.
UNLFએ સરકારની સાથે શાંતિ હસ્તાક્ષરની કર્યા તેમજ હિંસા છોડવા પર સહમતિ વ્યક્ત કરી. ખાસ વાત એ છે કે, UNLFએ એવા સમય પર શરણાગતિ સ્વીકારી છે, જયારે ગૃહ મંત્રાલયે કેટલાક દિવસ પહેલા જ યૂનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રંટ પર 5 વર્ષોનો પ્રતિબંધ લગાવ્યો હતો. ગૃહ મંત્રાલયે મણિપુરમાં ચાલી રહેલી હિંસાની વચ્ચે 5 ઉગ્રવાદી સંગઠનો પર પ્રતિબંધ વધાર્યો હતો.
- Advertisement -
કેનદ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આ ઘટનાની માહિતી આપતા કહ્યું કે, એક ઐતિહાસિક મીલનો પત્થર સાબિત થશે. પૂર્વોત્તરમાં સ્થાયી શાંતિ સ્થાપવા માટે મોદી સરકારે ઘણા પ્રયત્નોની પૂર્તિનો એક નવો અધ્યાય શરૂ થવા જઇ રહ્યો છે, કારણકે યૂનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રંટે આજે નવી દિલ્હીમાં એક શાંતિ કરાર પર હસ્તાંક્ષર કર્યા છે. મણિપુરના સૌથી જુના ઘાટી સ્થિત સશસ્ત્ર સમૂહ યૂએનએલએફ, હિંસા છોડવા અને મુખ્યધારામાં સામેલ થવા માટે સહમત થયા છે. હું લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં તેમનું સ્વાગત કરૂ છું અને શાંતિ અને પ્રગતિના પથ પર તેમની યાત્રા માટે શુભકામના આપું છું.
તેમણે વધુમાં કહ્યું કે, ભારત અને મણિપુર સરકાર દ્વારા યૂએનએલએફની સાથે શાંતિ કરાર પર 6 દશકાથી લાંબા સશસ્ત્ર આદોલનના અંતનું પ્રતિક છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીના સર્વસમાવેશી વિકાસ માટેના દષ્ટિકોણને સાકાર કરવા તેમજ પૂર્વોત્તર ભારતમાં યુવાનોને સારા ભવિષ્યની દિશામાં આગળ વધારવા માટે આ એક ઐતિહાસિક પગલું છે.
The peace agreement signed today with the UNLF by the Government of India and the Government of Manipur marks the end of a six-decade-long armed movement.
- Advertisement -
It is a landmark achievement in realising PM @narendramodi Ji's vision of all-inclusive development and providing a better… pic.twitter.com/P2TUyfNqq1
— Amit Shah (@AmitShah) November 29, 2023
શું છે UNLFનો ઇતિહાસ?
UNLFની સ્થાપના 24 નવેમ્બર 1964ના થઇ હતી. જેઓ મણિપુરના સૈથી જુના ઉગ્રવાદી સંગઠનમાંનુ એક છે. તેમની સ્થાપના અરેંબમ સૈમેદ્રના નેતૃત્વમાં ભારતથી અલગ થવાની માંગણીની સાથે થઇ હતી. જે મૈતેઇ વિદ્રોહી સમૂહ છે. વર્ષથ 1990માં UNLFએ ભારતથી મણિપુરને એલગ કરવા માટે એક સશસ્ત્ર લડાઇ ચાલુ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, UNLFની શરૂઆતની ટ્રેનિંગ સૌથી મોટા નાગા વિદ્રોહી સમૂહ એનએસસીએન સાથે મળી હતી. UNLFને વર્ષ 1990માં સશસ્ત્ર વિંગ મણિપુર પીપુલ્સ આર્મીની સ્થાપના પણ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં જેને ભારતીય સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવીને હુમલાઓ કરી રહ્યા છે.
ગેરકાનુની કામગીરી પ્રતિબંધિત અધિનિયમ હેઠળ UNLF પર ભારત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. જે મોટા પાયા પર મ્યાનમાર સેનાના સંરક્ષણમાં મ્યાનમારના સાગાંગ ક્ષેત્ર, ચીન રાજ્ય અને રાખીન રાજ્યમાં શિબિર અને ટ્રેનિંગ કેમ્પ ચલાવીને પોતાની ષડયંત્રને પાર પાડે છે. જો કે, મ્યાનમારમાં સેનાની સામે ચાલી રહેલા વિદ્રોહ પછી UNLF પાછળ રહી ગયું છે.
A historic milestone achieved!!!
Modi govt’s relentless efforts to establish permanent peace in the Northeast have added a new chapter of fulfilment as the United National Liberation Front (UNLF) signed a peace agreement, today in New Delhi.
UNLF, the oldest valley-based armed… pic.twitter.com/AiAHCRIavy
— Amit Shah (@AmitShah) November 29, 2023
કેમ જરૂરી છે શાંતિ કરાર?
મણિપુરમાં 3 મેથી હિંસા ચાલી રહી છે. આ હિંસામાં મૈતેઇ અને કુકી સમાજ છે. મૈતેઇ સમાજ લાંબા સમયથી અનુસૂચિત જનજાતિ તેમજ એસટી દરરજાની માંગણી કરી રહ્યુંછે. મણિપુર હાઇકોર્ટની એક્ટિંગ ચીફ જસ્ટિસ એમવી મુરલીધરને 20 એપ્રિલના આ કેસમાં એક આદેશ આપ્યો છે. આ આદેશ હાઇકોર્ટે રાજ્યસરકારને મૈતેઇને પણ અનુસૂચિત જનજાતિના દરરજા માટે માંગણી કરવા પર વિચાર કરવા જણાવ્યું હતું.
કોર્ટેના આ નિર્ણય સામે 3 મેના ઓલ ટ્રાઇબલ સ્ટૂડેન્ટસ યૂનિયન મણિપુરના આદિવાસી એકતા માર્ચ નિકળ્યો હતો. આ રૈલી મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરરજાની માંગણીની સામે કાઢી હતી. આ રેલી દરમ્યાન આદિવાસીઓ અને ગેર-આદિવાસિઓની વચ્ચે હિંસા ભડકી ગઇ હતી.