હિન્દી હિટ ફિલ્મ ‘સૈયારા’ને પ્રોત્સાહન આપવા માટે મલ્ટિપ્લેક્સ દ્વારા મરાઠી ફિલ્મ ‘યેરે યેરે પૈસા 3’ ના શો ઘટાડ્યા બાદ મહારાષ્ટ્રમાં સ્ક્રીન-શેરિંગ વિવાદ ફાટી નીકળ્યો છે. મનસે અને અન્ય પ્રાદેશિક પક્ષોએ સાંસ્કૃતિક હાંસિયામાં ધકેલાઈ જવાનો ઉલ્લેખ કરીને વિરોધ કર્યો છે.
મરાઠી ફિલ્મ યેરે યેરે પૈસા 3 એ મહારાષ્ટ્રના મલ્ટિપ્લેક્સમાં હિન્દી હિટ સૈયારા સામે સ્ક્રીન ગુમાવી હતી
- Advertisement -
પ્રાદેશિક ફિલ્મ સ્ક્રીનના નિયમોનું ઉલ્લંઘન કરતા મલ્ટિપ્લેક્સ સામે કાર્યવાહીની મનસેની ધમકી
ભાજપના મંત્રીએ મરાઠી ફિલ્મ નિર્માતાઓને વિરોધ નહીં, સરકારી મદદ લેવાની સલાહ આપી
અમેય ખોપકરે આ બાબતે કહ્યું હતું કે, ‘મને એક વાતની ખબર છે કે આ મારા પરનો ગુસ્સો છે. આ ગુસ્સો આ મલ્ટિપ્લેક્સવાળાઓએ હવે કાઢ્યો છે. હું એક વાત કહું છું કે હું હમણાં શાંત બેઠો છું, હું આંદોલન નથી કરી રહ્યો. મારે જ મારી ફિલ્મ માટે આંદોલન કરવું પડે એ મને જચતું નથી, મારા મનને જચતું નથી. જોકે હવે પછી બીજી મરાઠી ફિલ્મોને ત્રાસ થશે ત્યારે હું મલ્ટિપ્લેક્સવાળાના કાચ ફોડી નાખીશ. મને માફ કરજો પણ જો મરાઠી નિર્માતાઓને મરાઠી ફિલ્મ મહારાષ્ટ્રમાં પ્રદર્શિત કરવા સરકારના દરબારમાં જઈને યાચના કરવી પડે તો એના જેવી બીજી કમનસીબી બીજી કોઈ ન હોઈ શકે.’
- Advertisement -