હિમાચલ પ્રદેશની સુખવિંદ સિંહ સુક્ખૂ કેબિનેટના બે બીજા મંત્રીઓની જાહેરાત થવા જઇ રહી છે. મળેલી જાણકારી અનુસાર, બિલાસપુરના રાજેશ ધર્માણી અને કાંગડાથી યાદવિન્દ્ર ગોમા સુક્ખૂ કેબિનેટમાં સામેલ થશે. આજે સાંજે લગભગ 4થી 5ની વચ્ચે રાજભવન શઇમલામાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રાજેશ બિલાસપુરના એકમાત્ર કોગ્રેસના વિધાયક છે. ધુમારવીં વિધાનસભાના વિધાયક છે. છેલ્લા એક વર્ષથી મંત્રી પદની રાહ બિલાસપુરના લોકો જોઇ રહ્યા હતા. જે નિર્ણય.મોડી રાત્રે આવ્યો. ધર્માણી બિલાસપુરથી શિમલા માટે નિકળી ચુક્યા છે. તેમના મંત્રીમંડળમાં સામેલ થવાની સૂચનાથી સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. રાજેશ ધર્માણીના ઘરની બહાર કાર્યકર્તા અને કોંગ્રેસના પદાધિકારીને અભિનંદન આપવા પહોંચ્યા હતા.
પોર્ટફોલિયોમાં ફેરફારની તૈયારી
જેયારે, ધર્માણી સિવાય એક બીજા મંત્રી પણ શપથ લેશે.કાંગડાના જયસિંહપુરના વિધાયક યાદવિન્દ્ર ગોમાને પણ મંત્રી બનાવવામાં આવશે. કાંગડાથી બે વિધાયકોને શિમલા બોલાવવામાં આવ્યા છે, કેટલાક મંત્રીઓએ પોર્ટફોલિયો બદલવાની તૈયારીમાં પણ છે. મળેલી જાણકારી અનુસાર, એક બ્રાહ્મણ, એક રાજપૂત અને એખ અનુસૂચિત જાતિના ચહેરાને મંત્રી બનાવવાની તૈયારી ચાલી રહી છે. જો કે, બે જ મંત્રી બનાવવાની સૂચના મળી છે. રાજભવન સચિવાલય તરફથી કોઇ સમારોહની જાણકારી મળી નથી.
- Advertisement -
કાંગડાથી આ વિધાયકોને મંત્રી બનાવવામાં આવશે
અનુસૂચિત જાતિ કોટાથી કાંગડા જિલ્લાના વિધાનસભા ક્ષેત્ર જયસિંહપુરના વિધાયક યાદવેન્દ્ર ગોમાં પહેલી ચુંટણી વર્ષ 2012માં જીત્યા હતા, વર્ષ 2017માં તેઓ ચુંટણી હાર્યા હતા. વર્ષ 2022માં તેઓ બીજી ચુંટણી જીત્યા છે. તેમના પિતા મિલ્ખી રામ ત્રણ વખત વિધાયક રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ભલામણથી યાદવેન્દ્ર ગોમા મંત્રી બન્યા છે. કારણકે રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રદેશમાં અનુસૂચિત જાતિ કોટાથી બે મંત્રઈ બનાવવાની ભલામણ કરી હતી. જેમાં એક સ્વાસ્થ્યમંત્રી કર્નલ ધનીરામ શાંડિલ સામેલ છે. યાદવેન્દ્ર ગોમા સોમવાર સાંજથી શિમલામાં છે અને જયસિંહપુર બ્લોક કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ પણ શિમલા માટે નિકળી ગયા છે. જ્યારે, ધર્મશાળાથી સુધીર શર્મા, જવાલામુખીથી સંજય રતન અને ફતેહપુરથી ભવાની સિંહ પઠાનિયા ત્રણમાંથી કોઇ એકને મંત્રી બનાવી શકાય છે.